Saturday, October 5, 2024

ઈરાનના અણું ઉર્જા મથક પર હુમલો એટલે તબાહી બેસુમાર( હેડિંગ)

 પ્રાસંગિક તા.5.10.24

—-----------------

ઈરાનના અણું ઉર્જા મથક પર હુમલો એટલે તબાહી બેસુમાર( હેડિંગ)


-------------------------(ઇન્ટ્રો)


દુનિયાભરમાં એક ચિંતા પ્રસરેલી છે કે ઇઝરાયેલ  ઈરાનના અણુ ઊર્જા મથક પર હુમલો કરશે તો તેના ભયાનક પરિણામો માનવ જાતે ભોગવવા પડશે. માટે જ અમેરિકાએ રુક જાઓનો આદેશ આપ્યો

*****************+++++++

ઇઝરાયેલના મિસાઈલ એટેક બાદ નૈતન્યાનાહું ક્રોધિત થયા છે. તેઓ તત્કાળ ઈરાન પર પ્રચંડ એટેક કરવા માટે સજ્જ થયા.

 સૌ પ્રથમ તેમણે અણું ઉર્જામાં  અને રિફાઇનરીઓને ઉડાડી દેવાનો પ્લાન બનાવ્યો પરંતુ અમેરિકાનો રુક જાઓનો આદેશ આવતાઆ હુમલો રોકી દેવામાં આવ્ય


વિશ્વભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ઇઝરાઇલ દ્વારા ઈરાનના અણુમથકો પર જો હુમલો થશે તો તેના ભયાનક પરિણામો સદીઓ સુધી માનવજાતે ભોગવવા પડશે.આથી જ અમેરિકાએ ઇઝરાઇલને આદેશ આપ્યો આથી આ અણુ મથક પરનો એટેક અટકી ગયો. જો આ એટેક થયો હોત તો કલ્પના બહારની તબાહી થઈ  હોત.

 ઈરાનનું આ એક માત્ર અણું ઉર્જા મથક છે જે આખા ઈરાનને વીજળી પૂરી પાડે છે આ મથક જો નષ્ટ થાય તો આખા ઈરાનમાં અંધારપટ છવાય જાત અને પછી તો ઇઝરાયેલ નું કામ એકદમ સરળ બની જાત. ઈરાનના ભાંગીને ભૂકો કરી શકાય તેવી તક ઉભી થઈ જાય બીજી બાજુ ઇઝરાઇલ દ્વારા તેના ઓઇલ ડીપો અને રિફાઇનરીઓને તોડી પાડવામાં આવે એટલે ઈરાન હતું ન હતું થઈ જાય 

અણુ મથક ઉપર હુમલો કરવાથી તેના ભયાનક પરિણામો આવી શકે આથી આ હુમલો ન થાય તેવી લાગણી વિશ્વભરના દેશોમાં પ્રસરી છે. જો હુમલો કરવામાં આવે તો સદીઓ સુધી તેની અસરો રેડીએશન રૂપે ચાલુ રહે તે હકીકત છે.


અમેરિકી વિજ્ઞાાની રોબર્ટ ઓપનહાઈમરે જગતના સૌ પ્રથમ પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું હતું. એટલે તેને સમગ્ર જગતના પરમાણુ બોમ્બના પિતામહ કહેવામાં આવે છે. મેક્સિકોના રણમાં જ્યારે અમેરિકાએ જગતના પ્રથમ પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું, 


એ ઓપનહાઈમર સાથે જેની સરખામણી થતી હતી એ ઈરાની પરમાણુ વિજ્ઞાાની મોહસિન ફરરીઝાહેદની હત્યા કરી દેવાઈ. હતી પોતાની કારમાં મોહસિન જઈ રહ્યા હતા ત્યારે સુમસામ રસ્તા પર પહેલા વિસ્ફોટ થયો હતો. એટલે કાર અટકી ત્યાં તેમના પર ગોળીબાર થયો. એ પછી તેમને દવાખાને લઈ જવાયા પણ ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યા હતા. ઈરાનના સર્વોચ્ચ પરમાણુ વિજ્ઞાાની અને ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડના સભ્ય હોવાને કારણે તેમની સાથે બોડીગાર્ડ પણ હતા. હતા તેમની પાછળ રહેલો હાથ ઇઝરાયેલ નો કે અમેરિકાનું હતો તેમ આક્ષેપ કરવામાં આવ્યો હતો.ત્રણ કે ચાર અજાણ્યા હત્યારાઓએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. પણ એ હત્યારાઓ પાછળ ઇઝરાયેલ હોવાનું ઈરાની વિદેશમંત્રીનું કહેવું છે. જોકે કોઈ ઇઝરાયેલનું નામ ન આપે તો પણ સમજી શકાય કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકે તેની પાછળ સૌથી વધુ રસ કોઈને હોય તો એ ઈઝરાયેલને હોય. જેમ અમેરિકી જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) અમેરિકાની ઈચ્છા પ્રમાણે કોઈ દેશમાં સત્તા પરિવર્તન કરાવે કે પછી દેશના વડાની હત્યા કરાવે છે એમ ઈઝરાયેલ માટે એ કામ મોસાદ કરે છે.ત્રણ કે ચાર અજાણ્યા હત્યારાઓએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. પણ એ હત્યારાઓ પાછળ ઇઝરાયેલ હોવાનું ઈરાની વિદેશમંત્રીનું કહેવું છે. જોકે કોઈ ઇઝરાયેલનું નામ ન આપે તો પણ સમજી શકાય કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકે તેની પાછળ સૌથી વધુ રસ કોઈને હોય તો એ ઈઝરાયેલને હોય. જેમ અમેરિકી જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) અમેરિકાની ઈચ્છા પ્રમાણે કોઈ દેશમાં સત્તા પરિવર્તન કરાવે કે પછી દેશના વડાની હત્યા કરાવે છે એમ ઈઝરાયેલ માટે એ કામ મોસાદ કરે છે.ઈઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ ભૂતકાળમાં ફાઈટર વિમાનનું અપહરણ, આખા જહાજનું અપહરણ, ઈરાનના જ બની રહેલા પરમાણુ મથક પર હુમલો કરી તેને ધ્વસ્ત કરવું, હરિફ દેશના મહત્ત્વપૂર્ણ વિજ્ઞાનીઓને ઉડાવી દેવા કે પછી ઉપાડી લેવા, પોતાના દેશ પર હુમલો કરનારા આતંકીઓને જ્યાં હોય ત્યાંથી શોધીને ઠાર કરવા.. વગેર મિશનો પાર પાડતી રહે છે. આવા કામોમાં મોસાદને કોઈ પહોંચી શકે એમ નથી. હત્યા થઈ એટલે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકી પડે એ સ્વાભાવિક છે.


મોહસિનનું સ્થાન લેનારો વિજ્ઞાાની આવે અથવા તેમના હાથ નીચેના વિજ્ઞાાનીઓ તેમનું કામ સંભાળી પ્રોજેક્ટ આગળ વધારે એમાં સમય તો લાગવાનો જ. ઇઝરાયેલની આ જ રણનીતિ રહી છે. પરમાણુ કાર્યક્રમ અટકાવવો હોય તો તેના મૂળમાં રહેલા માણસો પર જ ઘા કરવો. મોહસિન ઈરાનના પરમાણુ કાર્યક્રમના મૂળમાં રહેલા સૌથી મહત્ત્વના વ્યક્તિ હતા.


અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશો એવુ માને છે કે પરમાણુ બોમ્બ અમે બનાવી લીધા એટલે હવે બીજા દેશોએ બનાવવાની જરૂર નથી. અમેરિકા-ઈઝરાયેલની આ સ્વાર્થી નીતિને કારણે ઘણા દેશો સાથેના સબંધો બગડયા છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ અટકાવવા માટે અમેરિકાએ ભરપૂર પ્રયાસો કર્યા હતા એ ઈતિહાસ અજાણ્યો નથી. ઈસરો અને ભારતની પરમાણુ સંસ્થા ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના મળીને ૬૮૦ વિજ્ઞાાની-એન્જીનિયરોની હત્યા પાછલા થોડા વર્ષોમાં થઈ છે. આની પાછળ અમેરિકી સંસ્થા સીઆઈએનો જ હાથ હોવાનું ઈસરોના પૂર્વ વિજ્ઞાાની નામ્બી નારાયણ કહી ચૂક્યા છે. અત્યારની ક્યાં વાત કરીએ ભારતના પરમાણુ વિજ્ઞાાનના પાયામાં રહેલા ડૉ.હોમી ભાભાનું પણ વિમાન અકસ્માતમાં શંકાસ્પદ મોત થયું હતું.

ટૂંકમાં બીજા દેશને પાછળ પાડવા તેના વિજ્ઞાાની, નિર્દોષ નાગરિકો, એન્જીનિયરો, રાજકારણીઓની હત્યા કરવામાં અમેરિકા કે ઈઝરાયેલ પાછા પડે એમ નથી. આખા જગતને માનવાધિકારની સલાહ આપતા આ દેશોની ડિક્શનરીમાં માનવાધિકારને જેવા શબ્દો શોધ્યા મળતાં નથી.

ઈરાન પરમાણુ બોમ્બ બનાવે એટલે મૂછે તાવ દઈને ફરતા ઈઝરાયેલના પગ તળે રેલો આવી શકે. ઈઝરાયેલ પાસેે પરમાણુ બોમ્બ છે અને એટલે જ ચો-તરફ ઇસ્લામીક-દુશ્મન દેશો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં ઈઝરાયેલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. પોતાના મુસ્લીમ હરિફો અણુ બોમ્બ ન બનાવે એ ઇઝરાયેલ માટે જીવન-મરણનો સવાલ છે. ભૂતકાળને યાદ કરીએ તો યુદ્ધ આજના સમય જેવું ભયાનક નહોતું.

જેમજેમ વિશ્વમાં વિજ્ઞાનનો વિકાસ થતો ગયો છે તેમ તેમ યુદ્ધમાં બન્ને પક્ષો વચ્ચેનું અંતર પણ વધતું ગયું છે. પહેલાં બે સેનાઓ તલવાર, ભાલા, ગદા વગેરે શસ્ત્રોથી તદ્દન નજીકથી યુદ્ધ કરતી. પછી ધનુષ્યબાણ આવ્યાં, જેણે બન્ને વચ્ચેનું અંતર સો—બસો ફૂટ વધારી દીધું. પણ તે પછી દારૂ-ગોળો આવ્યો. જેણે આ અંતરને પાંચસો હજાર ફૂટ કરી દીધું. ક્રમે ક્રમે શસ્ત્રોનો વિકાસ થતો ગયો અને અંતર વધતું ગયું. ૧૯૬૫માં પાકિસ્તાન સાથે જે યુદ્ધ થયું તેમાં ટેંકોની તોપો અને બીજી તોપોનો પ્રયોગ થયો (મિસાઇલોનો નહિ). વિમાનોને તોડી પાડવા રિકવાયલલેસ તોપોનો પ્રયોગ થતો રહ્યો. બંને પક્ષે કોઈની પાસે મિસાઇલો ન હતાં. લગભગ આ જ દશા ૧૯૭૧માં પણ રહી. ત્યારે પણ થોડા પ્રમાણમાં રોકેટોનો ઉપયોગ તો થયો. પણ મિસાઇલોનો ઉપયોગ ન થયો. પણ તે પછી યુદ્ધનું સ્વરૂપ ઝડપથી બદલાવા લાગ્યું છે. બોંબવર્ષક વિમાનોના દ્વારા બોંબમારો કરવો તેની જગ્યાએ મિસાઇલોથી આ કામ કરવું વધુ સરળ લાગવા માંડ્યું. એથી ઘણા દેશો નાનાં—મોટાં મિસાઇલો બનાવવાના કાર્યમાં લાગી ગયા.

વિશ્વભરના અનેક દેશોમાં અણુરિએક્ટરો સ્થાપિત થઈ ચૂક્યાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિશ્વના અનેક દેશોને ચિંતા થાય તે સ્વાભાવિક છે. તેમણે C.T.B.T. નામની સંધિ તૈયાર કરી, જેમાં અણુપ્રસારનિષેધ અને મિસાઇલપ્રસારનિષેધને આવરી લેવામાં આવ્યાં. આ સંધિ ઉપર વિશ્વનાં ઘણાં રાષ્ટ્રોએ સહી કરી દીધી. ઘણાં રાષ્ટ્રો તો એવાં હતાં કે જેમને અણુશક્તિ બાબત કોઈ ન તો મહત્ત્વાકાંક્ષા હતી ન તો ક્ષમતા હતી. શ્રીલંકા, નેપાળ, બર્મા, થાઇલેન્ડ વગેરે અનેક નાનાં રાષ્ટ્રો માટે આ સંધિનો કશો જ વિરોધ ન હતો. પણ મોટાં અને અણુ સંપન્ન રાષ્ટ્રો આ સંધિ પર એક મત થયા કે યુદ્ધ ગમે તેટલું થાય પરંતુ અણું ઉર્જા મથક પર એટેક ન કરવો જોઈએ આ રીતે જો વિચારવામાં આવશે તો માનવ જાત પરથી એક મોટો ખતરો દૂર થશે

સુરેશ ભટ્ટ


ભાવનગર પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી દરમ્યાન ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે