Showing posts with label Hart teaching. Show all posts
Showing posts with label Hart teaching. Show all posts

Sunday, July 17, 2022

I love my mamas


 ૨૨ ઓગસ્ટ , ૨૦૧૮ ન્યૂ દિલ્હી સત્ય દુઃખદ બાબત આ વિદ્યાર્થીઓ ને સ્કૂલ દ્વારા " વૃદ્ધાશ્રમ " ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા ... ત્યાં જ એક વિદ્યાર્થીની ની નજર પોતાના " દાદી " પર પડી .... તે ખરેખર આઘાત પામી ગઈ અને પોતાની દાદી ને ગળે લાગી " દાદી અને પૌત્રી " ખૂબજ રડ્યા ... મિત્રો ... આ વિદ્યાર્થીની ને " આઘાત " કેમ લાગ્યો તે જાણો છો ???? કારણ એ છે કે ૨ વર્ષ પહેલાં જ્યારે તે " હોસ્ટેલ " માં રહી અભ્યાસ કરતી હતી ત્યારે વેકેશન માં ઘરે આવી હતી .. અને પોતાની " દાદી " ને ઘર માં ન જોતા , પોતાના માં બાપ ને પૂછતાં જવાબ મળ્યો હતો કે " દાદી " ને ગુજરી ગયે ૩ મહિના થઈ ગયા છે ....

મિત્રો શું હવે આ જ ફરજ બાકી રહી ગઈ છે આપણી આપણા " માં બાપ " પ્રત્યે ... ??? ઉંમર નાં એ પડાવ પર ... જ્યાં વૃદ્ધ માં બાપ ને તમારા પ્રેમ ની જરૂર હોય છે ત્યારે કેમ . . … આપણે આપણો હાથ છોડાવીને દૂર ભાગી જઇએ છીએ . પણ એક વાત આપણે પણ ભૂલી જઈએ છીએ .... જે તેમનો * આજ * છે તે આપનો * કાલ * હશે જ " " જીવન નું ચક્ર ફરતું જ રહે છે .... અને તે જ ચક્ર તમને એ જ પરિસ્થિતિ પર લાવીને મૂકી દેશે જ્યાં તમારા માં બાપ ને તમે લાવી મૂક્યા છે ...


++++++++++++



August 22, 2018 New Delhi True sad story these students were taken by the school to visit an "old age home"...there a student saw her "grandmother"...she was really shocked and her grandmother  "grandmother and granddaughter" hugged and cried a lot...friends...do you know why this student was "shocked"????  The reason is that 2 years ago when she was studying in a "hostel" she came home on vacation.. and did not see her "grandmother" in the house, she asked her father and got the answer that "grandmother" had passed away.  It's been 3 months...


(Friends, is this duty now left to our "Father"... ??? At that stage of age... where father in old age needs your love, why.... we our  Letting go of hands and running away.But one thing we also forget....what is their *today* will be your *tomorrow*" "The cycle of life keeps turning....and the same cycle to you.  It will bring you to the same situation where you have brought the father in you...





સંસદ માં સવિનય નિવેદન...


તંત્રીલેખ 
++++++++
સંસદમાં સવિનય નિવેદન!!
+++++
સંસદનું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે આ વખતે આશા છે કે સંસદનું સત્ર શારીરિક સારી રીતે ચાલશે અને વિપક્ષો સરકારને સહયોગ આપશે જેથી પ્રજાકીય કામો થશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

 સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલા ગત શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.  જેમાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ ભાગ લીધો હતો.  

તમામ પક્ષોના નેતાઓએ સ્પીકરને ખાતરી આપી છે કે અમે ગૃહની કાર્યવાહીમાં સહકાર આપીશું.સંસદનું ચોમાસું સત્ર શરૂ  થવા જઈ રહ્યું છે અને એ પહેલા સભ્યો માટે કેટલીક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અમુક્ શબ્દો અને એમાં બિનસંસદીય ઠેરવાયા છે. 
આ ઉપરાંત સંસદ પરિસરમાં ધરણા નહિ થાય , સંસદમાં પત્રિકા કે એવું કંઈ વહેંચી નહિ શકાય , આવી આવી સૂચનાઓ મીડિયામાં હેડલાઈન બની રહી છે . આવી સૂચનાઓ આપવી પડે છે એ શરમજનક  છે.વિપક્ષ આ મુદ્દે ગૃહમાં દેકારો કરી શકે છે અને એમાં વિવેક  જળવાતો નથી. સદમા વિનય વિવેક જળવાતો નથી તે લોકશાહી માટે શરમજનક બાબત ગણી શકાય.
વારંવારે બિનસંસદીય શબ્દોની યાદીમાં ઉમેરો થતો રહે છે અને એ મોદી સરકારે જ કર્યો હોય એવું નથી પણ અગાઉની સરકારે પણ ર્યું છે . સવાલ એ છે કે , આવું કેમ કરવું પડે છે ? શું યુપીએ સરકાર હતી અને ત્યારે ભાજપીઓ પણ એવાતેવા શબ્દો વાપરતા હતા . ઉતરતી ટિપ્પણીઓ થતી રહેતી . શીર્ષ નેતાઓ ખોટી ભાષા વાપરી રહ્યા હોય અને એ સત્તાવાર રેકર્ડ  પરથી દૂર કરાયા હોય એવા કિસ્સાઓ એક નહિ, અનેક છે . 
આ વખતે તમામ સભ્યોએ ખાતરી આપી છે કે સંસદનું સત્ર સારી રીતે ચાલવા દઈશું સંસદના સત્રમાં પ્રજાલક્ષી અને કામો પેન્દિગ છે અમુક નવા છે તે કરવા દેવામાં આવશે તેવી વિપક્ષોએ ખાતરી આપી છે

વૈશ્વિક સ્તરે ભારત એવો દેશ છે જ્યાં આધ્યાત્મિક અને લોકતાંત્રિક બાબતમાં લોકો મુક્ત અને સર્વોપરી છે . રાજકારણમાં સોના દિવસો સરખા જતા નથી . દરેક તબક્કે કોઈ નવાં સમીકરણો રચાતાં હોય છે . સમયનું  ચક્ર ફરતા હારની બાજી જીતમાં અને જીતની બાજી હારમાં પલટાઈ જતી હોય છે , એ સ્વાભાવિક પ્રક્રિયા છે . થોડા સમય પૂર્વે પંજાબ અને સાંપ્રત સમયમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિતર્વન આનું જીવંત ઉદાહરણ છે . દરેક પક્ષની તાકાત તેનો મજબૂત જનાદેશ છે . ઉપરાંત હાલમાં ભાજપશાસિત સરકારે પક્ષનું સંગઠન અને લોકસંપર્કને પ્રાધાન્ય આપી આમ આદમી સુધી પહોંચી લોકચાહનાનો ગ્રાફ ઉંચો જાળવી શકી છે . 

સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.  સત્રને લઈને તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.  મેં તમામ પક્ષોના નેતાઓને દેશના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા વિનંતી કરી છે.  ગૃહ દખલ વિના ગૌરવ સાથે ચાલવું જોઈએ.આ બિલો પણ રજૂ કરવામાં આવશે.સત્ર દરમિયાન ભારતીય એન્ટાર્કટિક બિલ 2022 ફરીથી રજૂ કરવામાં આવશે.  અગાઉ, આ બિલ 1 એપ્રિલ, 2022 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.  સત્ર દરમિયાન, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ બિલ, સહકારી મંડળીઓ સુધારો બિલ, રાષ્ટ્રીય દંત આયોગ બિલ, ભારતીય પ્રબંધન સંસ્થા સંશોધન બિલ 2022 રજૂ કરવામાં આવશે.  આ સત્ર દરમિયાન સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એમેન્ડમેન્ટ બિલ 2022 પણ રજૂ કરવામાં આવશે, જેના દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રેલ ટ્રાન્સપોર્ટને ગતિશક્તિ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ છે.
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હોદ્દાની મુદ્દત ૨૫ મી જુલાઈએ પૂર્ણ થાય છે અને સુ.શ્રી . દ્રોપદી મુર્ટૂના કાર્યકાળનો આરંભ થાય છે . એનડીએના ઉમેદવા ૨ નો વિજય નિશ્ચિત હતો . મહારાષ્ટ્ર અને ઝારખંડની ઘટનાઓ પછી બહુમતી કેટલી વધુ થાય છે તે જ જોવાનું છે . રાષ્ટ્રપતિની ચૂંટણીની અસર રાષ્ટ્રભરમાં શરૂ થઈ છે . ભાજપ - નરેન્દ્ર મોદીને હઠાવવા માટે વિપક્ષી મોરચાની એક્તાના પ્રયાસ નિષ્ફળ ગયા છે , નેતાઓ નિરાશ છે જ્યારે ભાજપ - એનડીએનો ઉત્સાહ અને વિશ્વાસ વધ્યો છે . આમ આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ સારી રીતે થશે અને પ્રજાકીય કામો સર્વ શ્રેષ્ઠ રીતે થશે જો આમ થશે તો આપણો દેશ ચોક્કસ પ્રગતિના પંથે પડી જશે આમાં મહત્વની વસ્તુ એ એ છે કે વિપક્ષોએ સારી બાબતમાં અને સારા મુદ્દા ઉપર સરકારને સહયોગ આપવો જરૂરી છે આ જ મહત્વની વસ્તુ છે કે જેને કારણે રાષ્ટ્રનો વિકાસ થઈ શકે.

Friday, July 15, 2022

મોજે દરિયા


 https://www.facebook.com/100070401174870/posts/pfbid0zPVBDiuLC9cfebEBL7nTpVHgBx1LpriHX69vjRVvQQZ1KfUyZmCNWATtwpVY4rhul/?app=fbl