ચોપાસ
******
વનનેશન વન ઇલેક્શન વર્તમાન સમયની માંગ છે
*******************
સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થાય તો 70 હજાર કરોડ રૂપિયાની બચત થાય સમયની બચત થાય અને રાષ્ટ્રના વિકાસ માટે વધુ સમય ફાળવી શકાય જામ બને તો ખુબ ટૂંકા ગાળામાં ભારત સુપર પાવર ચોક્કસ બની શકે
******************
ઘણાખરા રાજકારણીઓનાં ચાર ભાષણો થતાં હોય છે : એક તો એ લખી લાવ્યા હોય તે, બીજું જે એ ખરેખર બોલે તે, ત્રીજું પોતે જે બોલ્યા હોત તો સારું થાત એવું એને પાછથી લાગે તે, અને ચોથું છાપામાં જે આવે તે. આવું જ કાંઈ મુંબઈ અધિવેશનમાં લાલુપ્રસાદ ના ભાષણમાં થયું તેઓએ લોકોને હસાવતું ભાષણ કર્યું સાંભળનારા ખુશ થઈ ગયા પરંતુ જ્યારે મમતા દીદી નો ઉકળાટ સામે આવ્યો ત્યારે બધાના ચહેરા પરથી હાસ્ય વિલાઈ ગયું કારણકે મોદીને હટાવવા માટે તમામ પક્ષોએ એક થવાની હાકલ કરી હતી પરંતુ અહીં તો એક થવાને બદલે વિવાદો વકરતા ગયા મુખ્ય પ્રશ્ન એ હતો કે વન નેશન વન ઇલેક્શન નો સામનો કેમ કરવો કારણ કે આ ઇલેક્શન અચિંતુ જાહેર કરવામાં આવશે અને આપણે બધા તો તૈયાર નથી આ બાબતનો સવાલ જ્યારે ઉભો થયો ત્યારે સૌના મોઢા પરથી નુર ઉડી ગયું આનો સામનો કેમ કરવો?
કારણ કે આ પહેલાંના ભાષણમાં જ નેતાએ કહ્યું હતું કે દરેક રાજ્યની અંદર જઈ રેલીઓ કરવી ભાષણ કરવા લોકોને જાગૃત કરવા પણ આ બધું કરવા માટે સમય જ ક્યાં રહેવાનો છે? ચૂંટણી જાહેર થશે તો શું કરશું એ પ્રશ્ન સૌના મનમાં ગુમરાતો હતો 26 જેટલા રાજકીય પક્ષો પણ ગડમથલમાં પડી ગયા કે હવે શું કરવું? કોમન મિનિમમ પ્રોગ્રામ એક બાજુએ રહી ગયો અને ચિંતનમાં નહીં પણ ચિંતામાં દરેક રાજકીય પક્ષો ડૂબી ગયા
સરકાર કરોડોનો નાણાકીય ખર્ચ બચાવવા, સમયનો વેડફાટ અટકાવવા, સુરક્ષાદળોની તહેનાતી માટે થતી પરેશાની ઘટાડવા તેમજ રાજકીય પક્ષોને થતો ખર્ચ બચાવવા માટે લોકસભા તેમજ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માગે છે. અગાઉ ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાઈ હતી. આ પછી ૧૯૬૮, ૧૯૬૯માં કેટલીક વિધાનસભા તેમજ ૧૯૭૦માં લોકસભાનો ભંગ થતા આ ચક્ર તૂટી ગયું હતું. હાલ
દર વર્ષે કોઈને કોઈ રાજ્યોમાં
વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ
રહી છે.
સરકાર દ્વારા આખા દેશમાં વન નેશન વન
ઈલેક્શનની દિશામાં આગળ વધવા મહત્ત્વનું પગલું
લેવામાં આવ્યું છે. આ મુદ્દે સંભાવના તપાસવા સરકાર
દ્વારા સમિતિ રચવામાં આવી છે જેનાં અધ્યક્ષપદે પૂર્વ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નિયુક્ત કરવામાં આવ્યા
છે. ભાજપનાં પ્રમુખ જે પી નડ્ડા આ સંદર્ભમાં રામનાથ
કોવિંદને મળ્યા હતા અને પુષ્પગુચ્છ અર્પણ કરીને
શુભેચ્છા પાઠવી હતી. આ મુદ્દે બંને મહાનુભાવોએ
ચર્ચા કરી હતી. સમિતિમાં કોણ કોણ સભ્યો રહેશે તે
અંગે ટૂંકમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
પીએમ મોદી દ્વારા થોડા મહિનાઓ પહેલાં એક દેશ
એક ચૂંટણીનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો
જેમાં લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાની
ચૂંટણીઓ એકસાથે યોજવાની દરખાસ્ત કરાઈ હતી.
આની પાછળનો હેતુ દેશમાં વારંવાર યોજવી પડતી
ચૂંટણી પાછળ થઈ રહેલા કરોડોનાં ખર્ચને બચાવવાનો
હતો.એવું માનવામાં આવે છે કે સરકારે ૧૮થી ૨૨
સપ્ટેમ્બર સુધી ૫ દિવસ માટે સંસદનું ખાસ સત્ર
બોલાવ્યું છે ત્યારે સરકાર વન નેશન વન ઈલેક્શન
બિલ સંસદમાં પસાર કરાવવા માંગે છે.
મોદી સરકાર વર્ષોથી એક દેશ એક ચૂંટણીની જે વાત
કરતી આવી છે તે હવે અમલીકરણની દિશામાં આગળ વધ
છે.કેન્દ્ર સરકારે હવે એક કમિટીની રચના કરી છે, જે
અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામ
આવી છે. આ કમિટી એક દેશ એક ચૂંટણી માટે કામ કરશે
સરકારે આ કમિટીની રચના એવે સમયે કરી છે જ્યારે
વાતની ચર્ચા જોર પકડી રહી છે કે
સંસદના વિશેષ સત્રમાં એક દેશ એક
ચૂંટણી અંગે બિલ લાવી શકાય છે.
સંસદનું વિશેષ સત્ર ૧૮થી ૨૨
સપ્ટેમ્બર સુધી ચાલશે. વડાપ્રધાન
મોદી ઘણી વાર એક દેશ એક ચૂંટણીની
તરફેણ કરે છે. ગયા મહિને
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન તેમણે
તેને સમયની જરૂરિયાત ગણાવી હતી.
એકસાથે ચૂંટણી કરાવવાના સમર્થનમાં
એક તર્ક એવો પણ રજૂ કરાય છે કે
તેનાથી સરકારી મશીનરીનો યોગ્ય ઉપયોગ થઈ શકશે
વારંવાર આચારસંહિતા લાગુ ન થવાથી વિકાસ કાર્યો
પણ અસર નહીં પડે. ભારતમાં તે બાબતે પહેલ શરૂ
ગઈ છે પરંતુ દુનિયાના ઘણા દેશમાં પહેલાંથી જ આ
વ્યવસ્થા છે.દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં બધી ચૂંટણી એકસાથે જ કરાવવામાં આવે છે. સાઉથ આફ્રિકામાં સંસદ, રાજ્ય વિધાનસભા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ એકસાથે થાય છે. ત્યાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવવામાં આવે છે.
સ્વીડનમાં પણ એકસાથે જ ચૂંટણીઓ થાય છે. અહીં દર ચાર વર્ષે સામાન્ય ચૂંટણીની સાથે-સાથે કાઉન્ટી અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી થાય છે.
બેલ્જિયમમાં પાંચ પ્રકારની ચૂંટણી થાય છે. તે દર પાંચ વર્ષના અંતરે થાય છે અને બધી ચૂંટણી એકસાથે કરાવાય છે.
યુકેમાં હાઉસ ઓફ કોમન્સ, સ્થાનિક ચૂંટણી અને મેયરની ચૂંટણી એકસાથે થાય છે. અહીં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં બધી ચૂંટણી કરાવવામાં આવે છે. યુકેના બંધારણ અનુસાર સમય કરતાં વહેલી ચૂંટણી ત્યારે જ થઈ શકે જ્યારે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થઈ જાય અને બીજી પાર્ટી સરકાર બનાવી શકે.
ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ અને લેજિસ્લેટિવ ઇલેક્શન એકસાથે થાય છે. તદ્ ઉપરાંત, જર્મની, ફિલિપાઇન્સ, બ્રાઝીલ, બોલિવિયા, કોલંબિયા, કોસ્ટા રિકા, ગ્વાટેમાલા, ગુઆના, હોંડુરસ જેવા દેશોમાં પણ એકસાથે જ ચૂંટણી થાય છે.
સુરેશ ભટ્ટ