ચોપાસ તા.21.4.21
સૂર્ય ઉપાસના થકી જ મહા મારીનો ખાત્મો થશે.______________
માનવીની પ્રાણશક્તિ જ્યારે સાવ ઘટી જાય છે ત્યારે તેને બહારથી પ્રાણવાયુ એટલે ઓક્સિજન ચઢાવવો પડે છે ઓક્સિજનનો એટલે કે પ્રાણ શક્તિનો મૂળ સ્તોત્ર સૂર્ય છે જે માનવીને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. કોરોના રૂપી મહામારીનું આ ગુઢ રહસ્ય છે.________
_________________________
ઓકસીજન નો આધાર સુર્ય છે.સૂર્યની પ્રાન દાયક શક્તિ એટલે પ્રાણ વાયુ. જો કે સુર્ય ની અખૂટ ઊર્જાનું રહસ્ય હજુ સુધી પુરેપુરું ઉજાગર થયું નથી.પણ જો માનવ શરીર ઓકસીજન ની ઓછપ અનુભવે તો એનો અર્થ એવો થાય કે શરીરની પ્રાણ શક્તિ નહિવત થઈ ગઇ છે.આથી કોરોના ના દર્દીને ઓકસીજન ચડાવવો પડે છે.
સૂર્ય દેવ જ રોગ પ્રતિકાર શક્તિ નો આધાર છે.
મનુષ્યનું શરીર સૂર્ય અને પૃથ્વીના તત્ત્વોના મિશ્રણથી બનેલ છે અને એટલા માટે શારીરિક અને માનસિક દૃષ્ટિએ શરીર માત્ર પૃથ્વીથી જ પ્રભાવિત થતું નથી . પરંતુ સૂર્યનો પણ પ્રચંડ જબ્બર પ્રભાવ પડે છે . જો આપણે શરીરઉપર વિચારીએ તો જણાશે કે અન્ન , જળ વગેરે પૃથ્વીના રસ - સેવન કરવાથી આપણા શરીરમાં ઓક્સિજન - પ્રાણવાયુ , નાઈટ્રોજન , કાર્બન , લોહ ( લોઢું ) , સલ્ફર ( ગંધક ) , સોડીયમ , કેલ્શિયમ વગેરે . વિભિન્ન તત્ત્વો ઉત્પન્ન થાય છે . જ્યારે સૂર્યમાં આ તત્ત્વોથી પણ સૂક્ષ્મ પ્રાણ શક્તિઓ પણ ક્રિયાશીલ છે .
સંપૂર્ણ જગતનાં આદિત્ય દ્વારા જ પ્રાણ સંચાર થાય છે . આ પ્રાણ તત્ત્વનું વર્ણન અથર્વવેદમાં છે . આ તત્ત્વ દ્વારા જ વાયુ અને જલના પ્રવાહો ઉત્પન્ન થાય છે . તેવો ઉલ્લેખ છે . રોગાત્મક કીટાણુ ઓનો નાશ કરીને શુદ્ધ પ્રાણ તત્ત્વને પ્રસારિત કરનાર ખાય કોષ આદિત્ય છે . ઋતુ પરિવર્તન , વનસ્પતિ કરનાર અક્ષય કોષ આદિત્ય જ છે . ઋતુ પરિવર્તન , વનસ્પતિ , જીવન , સમય , ગણના આ બધું જ સૂર્યને આદિત્યને આભારી છે . આદિત્યના ઉદયથી જ સમસ્ત દિશાઓમાં કિરણો દ્વારા પ્રાણોની પ્રતિષ્ઠા થાય છે . પ્રકાશના કિરણો પણ પ્રાણ છે . રોગ ઉત્પાદક કૃમિઓનો નાશ કરીને , તેની આગળ રોગ નિરોધક શક્તિનો સંચય અને તેથી પણ આગળ રોગ નિરોધક શક્તિનો સંચય અને તેની પણ આગળ પૂર્ણ આરોગ્ય જ આદિત્ય અર્પણ કરે છે . જીવોમાં જીવન એ જ આદિત્ય છે . અથર્વવેદમાં હૃદય , કપાળ , મસ્તક , હાથ , પગ , શોણિ , ત્વચા વગેરેના રોગોને દૂર કરવાની શક્તિ સૂર્ય ભગવાનના રતાળ કિરણોમાં છે , તેવો ઉલ્લેખ છે . આજે સૂર્યના પારજાંબલી અને પારરક્ત કિરણોનો ઉપયોગ અને બીમારીઓમાં કરવામાં આવી રહેલ છે . રવિના કિરણોએ સર્વ રોગાત્મક કૃમિઓનો નાશ કરે છે અને પિત્રકૃમિઓને શક્તિ પ્રદાન કરે છે . ડા શોલેન કહે છે કે સૂર્યમાં જે રોગાત્મકનાશક ક્ષમતા છે તેને લીધે કેન્સર જેવા દુઃસાધ્ય રોગ , પોલિયો જેવી વિકૃતિઓ અને લાંબી બીમારીઓ દૂર થઈ જાય છે અને આદિત્યની ઉપસ્થિતિમાં જ આપણા નેત્રો જોઈ શકે છે . બધા જ દેવોમાં સૂર્ય દેવતા એ સર્વોપરી દેવ છે અને તેથી ભારતમાં સૂર્યમંદિરો જોવા મળે છે . કોનાર્ક - મોઢેરાના સૂર્ય મંદિરો માત્ર ભ્રમણ સ્થળ ( પર્યટન ) કે દર્શ સ્થળ જ નથી પણ તે મંદિરો આદિત્યના ચમત્કારિક પ્રભાવોને સાચવીને બેઠા છે . ઇરાન , ઇજિપ્ત , બેબીલોન ( ઇરાક ) , ગ્રીસ વગેરે દેશમાં સૂર્ય ની ઉપાસના થાય છે.
આપણે સુર્ય નમસ્કાર ભૂલ્યા એટલે કોરોના ને મોકળું મેદાન મળી ગયું. હવે શું કરવું એ આપ વિચારો.