Sunday, January 21, 2024
Checkout this APP!
*દુનિયાની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમાનું આજે લોકાર્પણ:* સ્ટેચ્યૂ ઓફ સોશિયલ જસ્ટિસ નામ આપ્યું, આંધ્રપ્રદેશના CMએ કહ્યું- આ દેશનું પ્રતીક છે https://divya-b.in/JgByP9kZtGb
વિનમ્રતા
વિનમ્રતા વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી
અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ પોતાના ગામની પાસેના ગામમાં જનસભાને સંબોધન કરવાના હતા. ભીડ ખૂબ જ હતી. અબ્રાહમ લિંકને જેવું ભાષણ શરૂ કર્યું કે તરત જ ભીડમાંથી એક મહિલા ઊભી થઈ. આશ્ચર્યજનક શબ્દોમાં તેણે કહ્યું, 'અરે, આ ક્યારે રાષ્ટ્રપતિ બની ગયો ? આ તો અમારા ગામના મોચીનો દીકરો છે. લિંકનના કાને આ શબ્દો પડ્યા બાદ તેઓએ ખૂબ જ વિનમ્ર શબ્દોમાં કહ્યું, 'જી શ્રીમતીજી ! તમે બિલકુલ સાચું કહ્યું, હું તે જ મોચીનો દીકરો છું. તમે અહીં ઉપસ્થિત લોકોને મારા ભૂતકાળથી પરિચિત કરાવી ખૂબ જ સારું કામ કર્યું છે. હવે તમે મને એ કહો કે, મારા પિતાજીએ તમારા ચપ્પલ તો બરાબર ઠીક કર્યા હતા ને ? અમારા કામથી તમને કોઈ ફરિયાદ તો નથી ને ?' મહિલાએ કહ્યું કે તમારા પિતાએ પૂરી કુશળતાથી અને ઈમાનદારીપૂર્વક પોતાનું કામ કર્યું હતું. અમારે ક્યારેય પણ ફરિયાદ કરવી પડી ન હતી. આ સાંભળ્યા બાદ લિંકને કહ્યું, ‘બરોબર એ જ નિષ્ઠાથી હું રાષ્ટ્રપતિ તરીકેની ફરજ નિભાવીશ. હું તમામ લોકોને વચન આપું છું કે જે રીતે મારા મોચી પિતાના કામથી કોઈની ક્યારેય ફરિયાદ નથી થઈ તે રીતે મારી કોશિશ રહેશે કે મારા કામ પ્રત્યે પણ કોઈને ક્યારેય ફરિયાદ કરવી નહીં પડે. આજે પણ અબ્રાહમ લિંકનની ગણના અમેરિકાના ઇતિહાસમાં સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે. એક નેતા, એક રાજકારણી, એક શાસક કેટલી હદે ઉદાર અને સહિષ્ણુ હોવો જોઈએ તે લિંકનના જીવનની આ ઘટના શીખવી જાય છે. આ મહાન રાજકારણી શીખવે છે કે, વિનમ્રતા વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી.'
Lokpriy
કેટલું સરળ છે
સૌને ગમી જવું,
*********************
અનિચ્છાએ પણ
સદા નમી જવું!
માણસ છીએ ,
ગુસ્સો આવે તો ,
સહેજ તપી જવું,
પણ પછી શમી જવું!
ના ગમે કોઈ વાત,
તો કંઈ નહિ,
ધીરેક થી ત્યાંથી
સરકી જવું !
વડીલોના વ્હાલ,
યારાની યારી સાથે
સદાયે સત્સંગની,
મોજમાં મહાલી લેવુ!
હરખાઈ જાય હૈયુ એમ,
હસતા મોઢે જીવી પણ લેવુ
ને, કયારેક લાગે દુ:ખ,
તો થોડુ રડી પણ લેવું !
બસ આવડી જાય
જો આટલું,
તો સાવ સરળ છે,
સૌને ગમી જવું...!
Good morning
સુરેશ ભટ્ટ
Subscribe to:
Posts (Atom)