Wednesday, October 5, 2022

 નક્કામાં ટ્યુબ ટાયર માંથી ઓઇલ અને ચારકોલ કોલસો બની શકે!

*******

માન્યામાં ન આવે તેવી વાત છે કે આજે જે નકામા ટ્યુબ ટાયરો નો નિકાલ કેમ કરો તે માથાનો દુખાવો બની ગયો છે પરંતુ આ નકામા ટ્યુબ ટાયર માંથી ચારકોલ કોલસો અને ઓઇલ પણ બની શકે તેમ છે તા કેવી રીતે બને છે તે વસ્તુઓ જાણીને તેવા ઉદ્યોગો જો ભાવનગર અમરેલી પંથકમાં શરૂ કરવામાં આવે તો રોજગારીની બહુ મોટી તકો ઉત્પન્ન થઈ શકે તેમ છે


યુરોપ અમેરિકાના સાત લાખ ટ્યુબ ટાયર તથા સિન્થેટિક રબ્બરમાંથી ઓઈલનું ઉત્પાદન થઈ રહ્યુ છે તો આવા પ્લાન્ટ ભાવનગરમાં કેમ ન નાખી શકાય ?

અહીં  અલંગ ના સિન્થેટીન રબર તથા ઓટો - ટાયર રિસાયકલીંગ ઉદ્યોગના વિકાસની ભરપૂર શક્યતા છે.


ભાવનગરમાં ટ્રેક્ટર ટ્રક - મોટર વીના ટ્યુબ ટાયર રીટ્રેડીંગ તથા રીસાયકલીંગ ઉદ્યોગના વિકાસ સાથે રોજગારીની તકોનું નિર્માણ થઈ શકે , ભાવનગરમાં ટ્યુબ ટાર માટે શ્રેડીંગ પ્લાન્ટ હોવો જરૂરી છે . આપણા દેશના રાજમાર્ગો પર હાલમાં જે વિવિધ પ્રકારના વાહનો દોડી રહ્યા છે તેના ટાયર ટ્યુબના નિકાલની એક મોટી સમસ્યા છે . આ ટાયરને રિટ્રેડીંગ કરી એનો ફરી વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . ટાયરને રિટ્રેડ કરવાનો સૌથી મોટો વ્યવસાય અમદાવાદ સુરત બરોડા રાજકોટ ભાવનગર અને જામનગરમાં ચાલી રહ્યો છે ધસાય ગયેલા ટાયરની ઉપર નવું રબ્બરનું પડ ચડાવવાની પ્રક્રિયાને રિટ્રેડીંગ કહે છે . રીટ્રેડ કરવાનો ઉદ્યોગ નાના પાયા પર આજે આપણા શહેરમાં ચાલી રહ્યો


આવી જ રીતે વાહનોની જરૂરિયાત મુજબના ટાયરનો રીયુઝ રીટ્રેડિંગ દ્વારા કરવામાં આવે છે . આવી જ રીતે ટ્યુબને પંકચર કરી . તેનો રીયુઝ થાય છે . સાયકલ સ્કુટર રીક્ષાની ટ્યુબને પંકચર કરી રીયુઝ કરવામાં આવે છે . પહેલા હોટ પ્રોસેસ થી વલ્કેનાઈઝ કરવામાં આવતુ હતુ . જેમાં રિન્થેટિક રબ્બર બેઈઝ સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવતો હતો . હ વે આ માટેના તૈયાર પેચ આવે છે . નાના વાહનોના ટાયરને વલ્કેનાઈઝડ પેચ પંકચર કરવામાં આવે છે . આ ટ્યુબ ટાય જ્યારે ઉપયોગમાં લઈ ન શકાય તેવા બની જાય છે . ત્યારે તેનો નિકાલ એક મોટી સમસ્યા બની જાય છે . આપણા રસ્તાઓ પર હાલ લાખોની સંખ્યામાં વાહનો દોડી રહ્યા છે . ક્રોનિકલ ઈન્ડિયા ૨૦૧૨ ના ડેટા મુજબ વાહનોના ઉત્પાદનના રસપ્રદ આંકડા આપવામાં


આવ્યા છે . ૨૦૦૦ ૨૦૦૧ માં આપણા દેશમાં ૫૧૩૦૦૦ મોટરકારનું ઉત્પાદન તયું હતું . આ ત્પાદન આઠ વર્ષમાં ૮૯૨૦૦૦ સુધી પહોરી ગયુ હતુ . આવી જ રીતે ૧૨૮૦૦૦ યુટિલિટી વ્હીકલનું ઉત્પાદન હતુ જે આઠ વર્ષમાં ૫૩૯૮૦૦૦ સુધી પહોચી ગયુ આ ઓટો મોબાઈલના પ્રોડક્શનના આંકડા કહે છે કે ૨૦૦૧ થી માંડી ૨૦૦૮ સુધીમાં આ ઉત્પાદદન ડબલ કરતા વધી ગયું . હવે વિચાર કરો કે ૨૦૦૮ થી ૨૦૧૩ સુધીમાં આ ઉત્પાદન માની ન શકાય એટલા મોટા પ્રમાણમાં થયુ છે . આ વાહનોના યુઝલેસ ટ્યુબ ટાયરના નિકાલનો પ્રશ્ન આજે જટિલ અને અણઉકેલ બની ગયો છે . ભાવનગર મોટર સંઘના અગ્રણી બકુલભાઈ ચાતુર્વેદી જણાવે છે કે માલ વાહન પરિવહનના પ્રશ્નોના ઉકેલ માટે ભાવનગર મોટર સંઘ ઉડો રસ ધરાવે છે . મોટર ખટારાના ટ્યુબ ટાયરને રિસાયકલ કરવાના નાના અને મધ્યમ

એકમો શરૂ થાય તો એનાથી ભાવનગરમાં રોજગારીની ઘણી તકો સર્જાશે બકુલભાઈના જણાવ્યા મુજબ ભાવનગર મોટર સંઘ સાથે સંકળાયેલા કેટલાક ઉદ્યોગ સાહસિકો ભાવનગરમાં ટ્રક ખટારાનું ડિસમેન્ટીંગનું કામ કરી રહ્યા છે . ઓટોમોટિવ વ્હિલ ડિસેમેન્ટલીંગનું કાર્ય વૈજ્ઞાનિક સિસ્ટમથી વ્યવસ્થિત કરવામાં આવે તે જરૂરી છે . ગુજરાતની એન્જીનીયરીંગ કોલેજોમાં તથા પોલિટેકનીકલમાં ઓટો એન્જીનીયરીંગનો કોર્સ ચાલે છે . અલંગમાંથી મળતા સિન્થેટિક રબ્બર તથા ઓટો - વાહનોમાં ટાયરોને સ્ક્રેપ કરી તેમાંથી ઓઈલ તથા કૃત્રિમ ચારકોર કોલસો બનાવવાના રીસાયકલ પ્લાન્ટ યુરોપ અમેરિકામાં ચાલી રહ્યા છે . બેસ્ટોન મશીનરી કંપની આ પ્રકારના પ્લાન્ટ બનાવે છે . અલંગ નજીક આવા પ્લાન્ટ સ્થાપિત કરી શકાય .

આવા પ્લાન્ટમાં ટાયરનો એક મશીનમાં નાખીને બારીક ભૂકો કરવામાં આવે છે આ ભૂકાને પ્રોસેસ કરી તેમાંથી ઓઇલ તથા ખનીજ તેલ ખૂબ જ સહેલાઈથી બનાવી શકાય એમ છે તો આપણું અલંગ માત્ર લોખંડના ઋતુ જ મર્યાદિત ન રહેતા ખનીજ તેલ તથા ચારકોલ કોલસા ના ઉત્પાદનનું પણ હબ બની શકે તેમ છે આ ખાસ પ્રકારનું કાળો ઓઇલ શુદ્ધ કરીને તેમાંથી અનેક પ્રકારના રસાયણો થતા પેટ્રોલ કેમિકલ્સ બનાવી શકાય તેમ છે ભાવનગર આ માટે સાનુકૂળ સ્થળ છે અહીં ઓટોડીસમેન્ટલના ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે ત્યારે સાથોસાથ આવજો પણ જો શરૂ થાય તો તે માત્ર ભાવનગરને જ નહીં પરંતુ ગુજરાતને માટે એક નવી શરૂઆત હશે.