Showing posts with label polution news. Show all posts
Showing posts with label polution news. Show all posts

Friday, November 22, 2024

રાષ્ટ્રના સર્વપરી વિકાસ માટે જાતિજન ગણના

 રાષ્ટ્રના સર્વપરી વિકાસ માટે જાતિજન ગણના 


++++++

સમાજના સર્વોપરી વિકાસ માટે જાતિ જન ગણના જરૂરી છે સમાજના પાછળ રહી ગયેલા વર્ગની ભલાઈ માટે જન કલ્યાણકારી કાર્યો માટે જાતિ ગણના ના ડેટા એટલે કે વિગતોનો ઉપયોગ થવો જોઈએ પરંતુ સામાજિક વિઘટન કરતાં અથવા તો ચૂંટણીમાં લાભ મેળવવાના સ્વાર્થ માટે આનો ઉપયોગ થવો જોઈએ નહીં. 


આપણે ત્યાં અનેક જાતિઓ હોવાથી પ્રશ્ન ઉભા થયેલા છે, એવું કહેવા કરતાં જાતિવાદ હોવાથી પ્રશ્નો ઉભા થયેલા છે, એવું કહેવું વધુ યોગ્ય છે. જાતિવાદ વકરે છે ત્યારે સામાજિક તાણા-વાણા વિંખાઈ જાય છે. ચૂંટણીઓ વખતે આ જાતિવાદને બહેકાવીને તેને સપાટીએ લાવવાના પ્રયત્નો થાય છે. 

હાલ યુપી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી થઈ રહી છે ત્યારે જાતિવાદનો દુરુપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે મહા વિકાસ અઘાડી જેવા પક્ષો વોટબેંક માટે જ્ઞાતિ આધારિત રાજકારણ જમી રહ્યા છે વોટબેંકને તગડી કરવા માટે મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યાઓ ને મોટા પ્રમાણમાં ઝારખંડ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કોસાડી રહ્યા છે અને તેના રાતોરાત આધારકાર્ડ અને રેશનકાર્ડ પણ રાજ્ય સરકારની મહેરબાની થી બની જાય છે આ રાજ્યોમાં તો વોટબેંક માટે ડેમોગ્રાફી પણ બદલી નાખવામાં આવી છે સ્વાર્થી રાજકારણીઓ જાતિ આધારિત ભેદભાવને વધુને વધુ ઉત્તેજન આપીને ભાગલા વાદીઓને ઉત્તેજન આપી રહ્યા છે જે રાષ્ટ્ર માટે અત્યંત ઘાતક બાબત ગણી શકાય.


જાતિગત ધ્રુવીકરણની આ શતરંજી ચાલ પર રાષ્ટ્રની અંતઃનિહિત એકતા, સામાજિક ઐક્ય અને સામાજિક સદ્ભાવને દાવ ઉપર લગાવાય છે.


જ્યારે સામાજિક સમસ્યાઓને પહેરાવાતા રાજકીય વાઘાથી સામાજિક સમસ્યાઓ વિકૃત રૂપ ધારણ કરે છે, ત્યારે વાઘા પહેરાવવાના એ અપકૃત્યને રાષ્ટ્રદ્રોહથી સ્હેજે ઉતરતી કક્ષાનું ન ગણી શકાય. રાજકારણીઓ ચૂંટણી જીતવા અંદરખાને જાતિ આધારિત ગણત્રીઓ માંડતા હશે, પરંતુ મીડિયા તો માત્ર સર્ક્યુલેશન/ટીઆરપીની લ્હાયમાં ખુલ્લેઆમ ક્યાં કઈ જાતિના-પેટાજાતિના કેટલા લોકો અને તેને લગતાં કેવાં સમીકરણો છે, તે અંગે સાવ છેલ્લી કક્ષાએ જઈને (સામાજિક સંદર્ભમાં શબ્દ વપરાય છે- છાકટા થઇને) આખો ચિતાર આપતું હોય છે, તે ચિતાર ચિત્કારનાં બીજ વાવતો હોય છે. છતાં એ જ મીડિયા જાતિવાદના મુદ્દે નેતાઓને ઘેરવામાં પાછી પાની કરતું નથી. દંભ એ કોઈનો ઈજારો નથી.


સામાન્યતઃ સંવેદનશીલ હોવું, એ ગુણ છે, છતાં પણ તોફાનોથી ગ્રસ્ત વિસ્તારોને સંવેદનશીલ કહેવામાં આવે છે. સંવેદનશીલતા શબ્દના અર્થનો અનર્થ એકસો એંસી અંશે થઈ જાય છે. જાતિ શબ્દનું પણ આવું જ છે. જાતિ આધારિત વાતો કર્યા કરવી તેને હિતકારી ગણવી કે અહિતકારી? અહીં વિવેક કસોટી પર છે. આવી વિવેકપૂર્ણતા સાથે રા.સ્વ.સંઘે જાતિજનગણનાના મુદ્દે પોતાની વાત કરી છે.


તાજેતરમાં સપ્ટેમ્બર માસના પ્રારંભે કેરળના પલક્કડ ખાતે ૩૨ સંગઠનો અને ૩૨૦ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અ.ભા. સમન્વય બેઠક સંપન્ન થઈ તેમાં જાતિજનગણના મુદ્દે પણ ચર્ચા થઈ. આપણા હિન્દુસમાજમાં જાતિ, એક સંવેદનશીલ મુદ્દો છે. એ આપણી રાષ્ટ્રીય એકતા- અખંડિતતા માટેનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ છે. માટે તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. તમામ કલ્યાણકારી ગતિવિધિઓ માટે, વિશેષરૂપે કોઈ વિશેષ સમુદાય કે જાતિ જે પછાત રહ્યાં છે તેના પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. અને આને માટે સરકારને આંકડાઓની જરૂર પણ પડે છે.

     સમાજના પાછળ રહી ગયેલા વર્ગની ભલાઈ માટે જનકલ્યાણકારી કાર્યો માટે જાતિજનગણનાના ડેટા (વિગતો)નો ઉપયોગ થવો જોઈએ, પરંતુ સામાજિક વિઘટન કરવા અથવા ચૂંટણીમાં લાભ મેળવવાના સ્વાર્થ માટે આનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ નહિ. સંઘ સમાજના પછાતો-વંચિતોને આરક્ષણ સહિતના બધા પ્રકારના ઉપાયોનું સમર્થન કરે છે. જાતિજનગણનાના મુદ્દે રાજકીય પક્ષોએ જે ઉગ્રતાથી સમાજના વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કર્યો, તણાવ ઊભો કર્યો, ત્યારે રા.સ્વ. સંઘ જેવા પૂર્ણતઃ સષ્ટ્રહિતમાં કાર્યરત સંગઠને આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરીને ઊભો કરવામાં આવેલો ભ્રમ દૂર કરી દીધો છે.

આ તમામ બાબતમાં મહત્વની વસ્તુ એક જ છે કે રાષ્ટ્ર એક અને અખંડ રહે તે માટે સરળ ના વિકાસ માટે જાતિજન ગણના અતિ આવશ્યક છે. આની પાછળનો હેતુ રાષ્ટ્રને વિકાસને માર્ગે આગળ લઈ જવાનો જ છે. 

સુરેશ ભટ્ટ