તંત્રીલેખ
++++++++++++×
સલામતી સર્વોપરી છે
******************
મોરબીની દુર્ઘટનાએ દેશભરમાં ભારે શોક નું વાતાવરણ છવાઈ ગયું આવી દુઃખદ ઘટનાઓ સૌ કોઈ માટે એક મોટા આચકા રૂપ છે.
આવી દુઃખ ઘટનાઓનો પણ રાજકીય લાભ લેવા માટે ઘણા નેતાઓ મેદાનમાં આવી જાય છે પરંતુ આ શીયાસત નો સમય નથી લોકોના દુઃખમાં ભાગ લેવાનો આ સમય છે આવી ઘટના ફરી વખત ન બને તે માટે કેન્દ્ર સરકાર થી માંડી રાજ્ય સરકારે તાત્કાલિક પગલા લેવાની શરૂઆત પણ કરી દીધી છે વડાપ્રધાન મોદીએ પણ ગાંધીનગરમાં તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી અને આ અંગેની સમીક્ષા પણ હાથ ધરી હતી.
રાજાશાહીના વખતનો મોરબીનો હેરિટેજ બ્રીઝ કોલેપ્સ થતા ની સાથે સરકાર જાગૃત થઈ ગઈ છે જેના પરિણામ સ્વરૂપ યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં આવેલા તમામ નાના-મોટા પુલો.ઓવર બ્રીઝ. તથા જ્યા મોટી ભીડ થતી હોય તેવા તમામ સ્થળોની સમીક્ષા હાથ ધરી છે.
આપણા દેશમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે આ સમયે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભાગદોડમાં અનેક લોકો મોતને ભેટે છે આવી ઘટનાઓ અવારનવાર બન્યા કરે છે આ અંગે શરૂઆતમાં આવી ઘટના બને ત્યારે વહીવટી તંત્ર જાગૃત થાય છે તપાસ શરૂ થાય છે આવી ઘટના ફરી વખત ન બને તે માટે પગલા પણ લેવાય છે પરંતુ સમય જતા વોહી રફતાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવું ન બને તે માટે સરકાર દ્વારા સઘન વ્યવસ્થા કાયમી ધોરણે ગોઠવાય તે આજના તબક્કે ખાસ જરૂરી છે દરેક આવી ઘટનાઓ આપણા માટે બોધપાઠ રૂપ છે આમાંથી વહીવટી તંત્ર એ આ ઘટનાના સંદર્ભમાં ઊંડા ઊતરીને તેના કારણો તથા પરિણામોની સમીક્ષા કરવી જોઈએ અને આવી ઘટના ન બને તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવી થતી જરૂરી છે મોરબીની ઘટના બાદ સરકારે જે પ્રકારે જાગૃતિ દાખવી છે તે જાગૃતિ કાયમ એક વ્યવસ્થા ના ભાગરૂપે રહે તે આજના તબક્કે જરૂરી છે જેથી આવી દુઃખદ ઘટના ફરી વખત આપણા દેશમાં ન બને
ગુજરાતમાં પણ યાત્રાધામો તથા પર્વત પરના મંદિરો.યાત્રાના જલમાર્ગો ની સલામતી અંગે સધન સલામતી વ્યવસ્થા ની સમીક્ષા કરવામાં આવી રહી છે.પાલીતાણાના આગામી ધાર્મિક મહોત્સવ ની સલામતી અગેપગલ લેવાઈ રહયા છે.
મોરબીમાં મચ્છુ નદી પર ઐતિહાસિક ઝૂલતો બ્રીજ તુટવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાજ્યમાં આવેલા તમામ રોપ-વે, ઓવર ક્રાઉડ જગ્યાઓ અને કેબલ બ્રીજની ફીટનેશ ચકાસણી માટે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જે અનુસંધાનમાં પોલીસ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેન્સીક વિભાગોને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતો તપાસવામાં આવશે. જે અનુસંધાનમાં દ્વારકામાં આવેલો કેબલ બ્રીજ સુદામાં બ્રીજ બંધ કરવામાં આવ્યો છે અને ફીટનેશ તપાસ્યા બાદ ફરીથી શરૂ કરવામાં આવશે.
દ્વારકાનો કેબલ બ્રીજ સુદામા સેતુ બંધ કરાયોઃ તમામ મહત્વના સ્થળના ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે
મોરબીનો ઝૂલતો બ્રીજ તુટવાની દૂર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પોલીસ વિભાગ, ફોરેન્સીક ્વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તાકીદ કરી છે. જુનાગઢ, અંબાજી અને પાવાગઢમાં આવેલા રોપ વે, વિવિધ ફુટ ઓવર બ્રીજની ફીટનેશની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં તેની લોડીંગ ક્ષમતા, મજબુતાઇ, મટીરીયલ તપાસવા માટેની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. જે કામગીરીનો રિપોર્ટ પણ જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને સોંપવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દ્વારકા, પોરબંદરમાં બોટીંગ સમયે પણ ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવે છે. જેથી આ બોટીંગની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવા માટે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે.ગુજરાતમાં પાવાગઢ, ડાકોર અને દ્વારકા અને સાંરંગપુર હનુમાન સહિતના અનેક મંદિરોમાં તહેવારો દરમિયાન મંદિરની ક્ષમતા કરતા વધારે લોકોને પ્રવેશ આપવામાં આવે છે. આવા સમયે ભાગદોડ થવાની શક્યતાને લઇને સ્થાનિક તંત્રએ અનેકવાર રિપોર્ટ પણ કર્યા છે. તેમ છંતાય, ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં ન આવતા મોટી દૂર્ઘટના બનવાની શક્યતા રહે છે. જેથી હવે મંદિરના ટ્રસ્ટ સંચાલકો સાથે બેઠક યોજીનેે મંદિરોમાં ક્ષમતાથી વધારે ભીડ ન થાય તે માટે યોગ્ય આયોજન કરવા માટે સુચના આપવામાં આવી છે.
સુરેશ ભટ્ટ
તા.1.નવે.22
સમય-7-30 A.M.