Monday, January 25, 2021

Watch "રોગ પ્રતિકારક શક્તિ વધારવા રોજ આટલું કરો 😳💪। IMMUNITY SYSTEM । Gujarati Ajab Gajab।" on YouTube



રોગપ્રતિકાર શક્તિ

 માનસિક તંગદિલી રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે છે.


તે તમને વધુ પડતા જંક ફૂડ અને નાસ્તાપાણી આરોગવા પ્રેરે છે.જેનાથી તમે ખવધરા બની જાવ છો.


 પોતાના જીવનની માનસિક તંગદિલી સર્જતી ઘટનાઓને પગલે લોકો જંક ફૂડ અને નાસ્તાપાણી ખાઈને ખાઉધરા બની જતા હોય છે . ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સંશોધકો ૧૩૭ જેટલા લોકોની ભોજન શૈલીનો અભ્યાસ કરીને એવા તારણ પર પહોંચ્યા છે કે માનસિક તંગદિલી અને ખાઉધરાપણા વચ્ચે સંબંધ છે 

. સંશોધકોએ જોયું હતું કે જે દિવસે વ્યક્તિ વધુ માનસિક તંગદિલીનો સામનો કરતી હોય છે તે દિવસે તે વધુ જંક ફૂડ આરોગતી હોય છે . પર્થ ખાતે પશ્ચિ મ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના આરોગ્ય વિષયક સંશોધક શિના લિઓવ અને તેમના સાથીઓ દ્વારા આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું . ટીમે પોતાના સંશોધન અહેવાલમાં જણાવ્યું કે માનસિક તંગદિલી કે ચિંતાની લાગણી તમારા ભોજન પર પ્રભાવ સર્જે છે . માનસિક તંગદિલી વ્યક્તિ જે પ્રકારનું ભોજન આરોગતો હોય છે તેને પણ પ્રભાવિત કરે છે . માનસિક તંગદિલી અનુભવતી વ્યક્તિને ઘણીવાર ખૂબ ઊર્જાની જરૂર પડે છે . તેને કારણે તો ચરબીયુક્ત અને સુગર ( ખાંડ ) થી ભરપૂર ભોજન આરોગવા લાગે છે . માનસિક ચિંતાને કારણે ખાઉધરા થતા લોકોને ‘ ઇમોશનલ ઇટર્સ ' પણ કહેવામાં આવે છે . લાગણી સંચાલિત ભોજન પસંદગી અને ભૂખ વિષે વધુ અભ્યાસ કરવા આ અભ્યાસની માહિતી કામ આવી શકે તેમ છે . આપણા સમાજમાં માનસિક ચિંતાઓનું મોટું પ્રમાણ હોવાથી ભોજન પ્રણાલીમાં બદલાવ આવતાં તંદુરસ્તી પર પડતી અસર વગેરેનો અભ્યાસ થવો પણ જરૂરી છે . ઇટિંગ બિહેવિયર નામના સામયિકમાં આ સંશોધનના સંપૂર્ણ તારણોનું પ્રકાશન થયું છે .

વધુ પડતી ચિંતા કરનારા ગુજરાતીઓ વધુ આચરકૂચર આરોગે છે.લોકો હવે એમેઝોન પર થી સર્ચ કરી વાનગી અને તેની ઇમેજ પરથી ખાવાનું પસન્દ કરે છે.આ.એઝોન વિશ્વની સૌથી મોટી ઇ કોમર્સ કમ્પની છે.તેની લિંક..



Alag