Monday, July 18, 2022
યાદ
💐 તારી યાદ નો સંબંધ કદી પણ તૂટ્યો નથી. વાતચીત કોઈની સાથે કરૂ તો પણ દિલમાં તારી યાદ તો કાયમ રહી છે!
💐 The relationship of your memory is never broken. Even if you have a conversation with someone, you are always remembered in the heart!
રાષ્ટ્રપતિની ચૂંટણી
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી
***********************
પશ્ચિમ બંગાળના ઉચ્ચ મંત્રી મમતા બેનરજીએ યશવંતસિંહાને મત આપવાનો જાહેર કરતા ભાજપની છાવણીમાં આશ્ચર્યનું મોજુ ફેલાઈ ગયું અને પશ્ચિમ બંગાળમાં રાતો રાત મમતા બેનરજી વિરુદ્ધ અભિયાન શરૂ થઈ ગયા.
—------------------
રાષ્ટ્રપતિ ની ચૂંટણી નું રિએક્શન બંગાળમાં!!
+++++++++++++++++
પાટનગર દિલ્હીના ખુશનુમા વાતાવરણમાં આજ સવારથી રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે જ્યારે તેનું રિએક્શન બંગાળમાં આવી રહ્યું છે.
*******************
👍 મમતા બેનરજીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ના ઉમેદવારને સમર્થન નહીં આપતા પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા વિરુદ્ધ અભિયાન શરૂ કરે છે તેને કારણે ત્યાં વાતાવરણનું ગરમાગરમ બન્યું છે.
👍 દેશમાં 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ જાણ થશે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે.
👍 ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી દીધી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો. જોકે, હવે તે પાર્ટી ખતમ થઇ ચૂકી છે અને સમગ્ર રીતે એક નેતાના નિયંત્રણમાં છે.
👍 રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મમતાએ આદિવાસી ઉમેદવારને સપોર્ટ ન કરતા ભાજપે લાગ લીધો, બંગાળમાં ઠેરઠેર પોસ્ટર લગાવ્યા અને તેમાં લખ્યું કે મમતા બેનર્જી આદિવાસીઓના વિરોધી છે અને તેને સપોર્ટ કરતા નથી આના કારણે પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ મચી ગયુ છે ચારે બાજુ મમતા બેનર્જી આદિવાસી વિરોધી છે તેવા પોસ્ટરો રાતો રાત લાગી ગયા.
👍 મમતા બેનરજીએ જાહેરાત કરી કે તે ભાજપ દ્વારા પ્રમોટ કરેલા ઉમેદવારને મત નહીં આપે પરંતુ યશવંતસિંહાને આપશે આના કારણે દિલ્હીમાં નહીં પણ પશ્ચિમ બંગાળમાં ચારે તરફ ભાજપે મમતા વિરોધી સૂત્રોચાર અને પોસ્ટર યુદ્ધ શરૂ કરી દીધું છે બીજી બાજુ દિલ્હીમાં શાંતિથી નવા રાષ્ટ્રપતિ મતદાન ચાલી રહ્યું છે
👍 આદિવાસી રાષ્ટ્રપતિ ન બને તેની વિરુદ્ધ
મમતાએ વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે
18 જુલાઈએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બંગાળમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂના ઉમેદવાર ઉતાર્યા છે,
👍 જ્યારે વિરોધ પક્ષોએ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ સૂર નરમ કરવા છતાં તેમની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો યશવંત સિંહાને મત આપશે.
👍 ભાજપે મમતા બેનર્જી સામે રાજકીય પ્રહારો શરૂ કરી દીધા છે. કોલકાતા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, જેમાં મમતા બેનર્જીને આદિવાસી સમુદાય વિરોધી નેતા ગણાવાઈ રહ્યાં છે.ભાજપ દ્વારા લગાડવામાં આવેલા પોસ્ટરમાં મમતા બેનર્જીની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂની પણ તસવીર છે.
👍 મમતા બેનર્જીની આદિવાસી મહિલાઓ સાથે નાચતી એક તસવીર પણ છે, જેમાં તેમણે હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા છે. !!
👍 ભાજપે પોસ્ટરમાં લખ્યું છે કે આદિવાસી જનજાતિ સંપ્રદાયની મમતા વિરોધી છે. ભાજપે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે દેશના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલાની નિયુક્તિ કરીને દેશના સમગ્ર આદિવાસી આદિવાસી સમુદાયનું સન્માન કર્યું છે આ આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે.
👍 મમતા બેનર્જી આદિવાસી જનજાતિ સમુદાયને સમર્થન આપી રહ્યા નથી અને અન્ય ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે અને આદિવાસી સમુદાયની નજીક આવવામાં ખચકાટ અનુભવે છે. પોસ્ટરમાં મમતા બેનર્જીની તસવીરમાં તે આદિવાસી મહિલાઓ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે, પરંતુ તેણે હાથમાં મોજા પહેરયા છે.
👍 ભાજપે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જી આદિવાસી મહિલાઓને સ્પર્શ કરવા નથી માંગતા, તેથી તેમણે દસ્તના પહેરી છે. ભાજપના નેતા અમિત માલવીય આને લઈને મમતા બેનર્જી પર નિશાન સાધી ચૂક્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની સાથોસાથ આજથી જ
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ ચોમાસુ સત્રમાં કુલ 18 બેઠકો યોજાશે અને 24 બિલ રજૂ કરવામાં આવશે.
👍 ચોમાસુ સત્ર પહેલા 17 જુલાઈ, રવિવારના રોજ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ લગભગ 25 મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરી પર કટાક્ષ કર્યો હતો અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેની મજાક ઉડાવી હતી. 12 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંને મહત્વપૂર્ણ બંધારણીય હોદ્દાઓ માટે પણ ચૂંટણી યોજાવાની છે.
સુરેશ ભટ્ટ
************************
Presidential election in India
**************************
👍 When West Bengal Chief Minister Mamata Banerjee announced her vote for Yashwantsinha, a wave of surprise spread in the BJP camp and the campaign against Mamata Banerjee started day and night in West Bengal.
👍 Reaction of the President's election in Bengal.
Voting for the presidential election has started from this morning in the happy atmosphere of the capital Delhi while its reaction is coming in Bengal.
સમાપ્ત
Sunday, July 17, 2022
Wah..salam.
Dizastr
Juo dariyane
https://www.facebook.com/gtvgujaratnews77/videos/515689803688969/?flite=scwspnss&mibextid=Y4pME95hUo8gddS2
I love my mamas
૨૨ ઓગસ્ટ , ૨૦૧૮ ન્યૂ દિલ્હી સત્ય દુઃખદ બાબત આ વિદ્યાર્થીઓ ને સ્કૂલ દ્વારા " વૃદ્ધાશ્રમ " ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા ... ત્યાં જ એક વિદ્યાર્થીની ની નજર પોતાના " દાદી " પર પડી .... તે ખરેખર આઘાત પામી ગઈ અને પોતાની દાદી ને ગળે લાગી " દાદી અને પૌત્રી " ખૂબજ રડ્યા ... મિત્રો ... આ વિદ્યાર્થીની ને " આઘાત " કેમ લાગ્યો તે જાણો છો ???? કારણ એ છે કે ૨ વર્ષ પહેલાં જ્યારે તે " હોસ્ટેલ " માં રહી અભ્યાસ કરતી હતી ત્યારે વેકેશન માં ઘરે આવી હતી .. અને પોતાની " દાદી " ને ઘર માં ન જોતા , પોતાના માં બાપ ને પૂછતાં જવાબ મળ્યો હતો કે " દાદી " ને ગુજરી ગયે ૩ મહિના થઈ ગયા છે ....
મિત્રો શું હવે આ જ ફરજ બાકી રહી ગઈ છે આપણી આપણા " માં બાપ " પ્રત્યે ... ??? ઉંમર નાં એ પડાવ પર ... જ્યાં વૃદ્ધ માં બાપ ને તમારા પ્રેમ ની જરૂર હોય છે ત્યારે કેમ . . … આપણે આપણો હાથ છોડાવીને દૂર ભાગી જઇએ છીએ . પણ એક વાત આપણે પણ ભૂલી જઈએ છીએ .... જે તેમનો * આજ * છે તે આપનો * કાલ * હશે જ " " જીવન નું ચક્ર ફરતું જ રહે છે .... અને તે જ ચક્ર તમને એ જ પરિસ્થિતિ પર લાવીને મૂકી દેશે જ્યાં તમારા માં બાપ ને તમે લાવી મૂક્યા છે ...
++++++++++++
August 22, 2018 New Delhi True sad story these students were taken by the school to visit an "old age home"...there a student saw her "grandmother"...she was really shocked and her grandmother "grandmother and granddaughter" hugged and cried a lot...friends...do you know why this student was "shocked"???? The reason is that 2 years ago when she was studying in a "hostel" she came home on vacation.. and did not see her "grandmother" in the house, she asked her father and got the answer that "grandmother" had passed away. It's been 3 months...
(Friends, is this duty now left to our "Father"... ??? At that stage of age... where father in old age needs your love, why.... we our Letting go of hands and running away.But one thing we also forget....what is their *today* will be your *tomorrow*" "The cycle of life keeps turning....and the same cycle to you. It will bring you to the same situation where you have brought the father in you...