Monday, October 31, 2022
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં 105થી વધુનાં મોત | Over 105 dead as suspension bridge collapses in Morbi
ઝૂલતો પુલ, મોરબી - વિકિપીડિયા
Morbi accdent
તહેવારોમાં કમાઈ લેવાની લાલચ નડી : અટલબ્રિજની જેમ હતી ફી, ઓરેવા ના આપી શકી બ્રિજની ગેરંટી https://www.gstv.in/the-temptation-to-earn-money-in-festivals-is-not-there-the-fee-was-like-uttlebridge-orewa-could-not-guarantee-the-bridge-gujarati-news/
BREAKING : મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 500થી વધુ લોકો પુલ પરથી મચ્છું નદીમાં ખાબક્યા, જુઓ તસવીરો
25થી વધુ બાળકો સહિત 91ના મોત, મૃત્યુઆંક વધી શકે છે, મચ્છુનું પાણી કાઢવા ચેકડેમ તોડાયો, CM મોરબી પહોંચ્યા | The suspension bridge over the river Machh was cut in half - Divya Bhaskar
Tuesday, October 18, 2022
તંત્રીલેખ
=========================================================
અલગાવવાદીઓ હવે મેદાનમાં આવી ગયા !!
========================================================
રાષ્ટ્રની એકતા સર્વોપરી હોવા છતાં કાશ્મીરમાં કાયમ અશાંતિ નો માહોલ રહે તેવું ઇચ્છનારા લોકો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. નજીકના ભવિષ્યમાં આવિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે જેનાથી આ અલગાવવાદીઓના પેટમાં ઘગઘગતું તેલ રેડાયું છે. આલોકો ને ચૂંટણી માં રસ નથી.કરણકે તેઓ કોઈ સજોગો માં જીતી શકે તેમ નથી.આથી ચૂંટણી યોજાય જ નહીં અને આ આખો ખીણ વિસ્તાર ભારતથી અલગ પડી જાય તેવી મુરાદ આ લોકો સેવી રહયા છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ સોમવારે ટાર્ગેટ કિલિંગ અંગે નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ભાજપ અગાઉ એવા દાવા કરી રહી હતી કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હોવાને કારણે ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યું છે. હાલ તો ૩૭૦ હટાવી લેવાઇ છે, તો હજુ પણ કેમ આ પ્રકારના હુમલા થઇ રહ્યા છે તેવો સવાલ ફારુક અબ્દુલ્લાએ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરના નેતા ફારુક અબ્દુલ્લા હાલ રીઆસી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, અહીંયા તેઓએ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જ્યારે પત્રકારોએ તેમને જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને અન્યોનું જે ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યું છે તે અંગે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ પણ નહીં અટકે.આનો સીધો અર્થ એવો થાય કે આ લોકો ટાર્ગેટ કિલિગ ના સમર્થકો છે!!!
ખીણ વિસ્તારમાં હિંસાનું વાતાવરણ કાયમ રહે તેવું આ લોકો ઇચછી રહયા છે.જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યાને ચાર વર્ષ વીતી ગયા હોવા છતા ઘાટીમાં લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે. જેના સમર્થકો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યાના વિરોધમાં મોટા પ્રમાણમાં પંડિતો દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. સોમવારે કાશ્મીરી પંડિતો દ્વારા હુર્રિયત કોન્ફરન્સની શ્રીનગર સ્થિત ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો શ્રીનગર સ્થિત અલગતાવાદી નેતા મિર્વાઇઝ ઉમર ફારુકની હુર્રિયતની ઓફિસ બહાર એકઠા થયા હતા. જમ્મુ કાશ્મીરમાં હાલ કાશ્મીરી પંડિતોની હત્યા ખુલ્લેઆમ થઇ રહી છે જ્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરના નેતાઓ ચુપ બેઠા છે. આ સ્થિતિ વચ્ચે કાશ્મીરી પંડિતોમાં આવા નેતાઓને લઇને રોષ વધી રહ્યો છે.
નેશનલ કોન્ફરન્શના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે, જ્યાં સુધી ભારત પાકિસ્તાના સાથે વાતચીત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકશે નહીં.
આનો સીધો અર્થ એવો થાય કે ભારતે ત્રાસવાદીઓ ને શરણે જવું. બીજા શબ્દોમાં કહીએતો કાશ્મીર ને અલગાવવાદીઓને હવાલે કરવું !! આવસ્તુ કોઈ સજોગોમાં શક્ય જ નથી,કારણકે કેન્દ્રમાં મોદી સરકાર છે .
કાશ્મીરી પંડિત પૂરણ ભટ્ટની હત્યાને અનુલક્ષીને અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે રીતે BJP કહી રહી છે કે અનુચ્છેદ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. આ અનુચ્છેદને સમાપ્ત થયાને 4 વર્ષ થઈ ગયા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીરી પંડિતોને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. હવે BJP પાસે શું જવાબ છે? જે રીતે ભારત લદ્દાખ ક્ષેત્રમાં સીમા વિવાદને ઉકેલવા માટે બેઈજિંગ સાથે વાત કરી રહ્યું છે તે જ રીતે તેણે પાકિસ્તાન સાથે પણ વાત કરવાની પહેલ કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, અગાઉ અનુચ્છેદ 370ને હત્યાઓ અને અન્ય બાબતો માટે જવાબદાર ઠેરવવામાં આવતો હતો. તેને રદ્દ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ લોકો મરી રહ્યા છે. જો હત્યાઓ પાછળ અનુચ્છેદ 370 જવાબદાર હતો તો કાશ્મીરી પંડિત પૂરણ ભટની હત્યા કેમ થઈ? આની પાછળ કોઈને કોઈ કારણ તો જરૂર હશે. અનુચ્છેદ 370 હત્યાઓ માટે જવાબદાર નહોતો કારણ કે આતંકવાદને બહારથી પ્રાયોજિત કરવામાં આવી રહ્યો છે.
નજીના ભવિષ્યમાં આવિસ્તારમાં ચૂંટણી થશે અલગાવવાદીઓ તેમાં શકય એટલા વિઘ્નો નાખવાના પ્રયાસો કરશે પણ તેને મોદી સરકાર સખતાઈ થી ડામી દેશે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે અને તે ભારતનો જ હિસ્સો કાયમ માટે રહેશે કારણકે ભારત એક છે અવિભાજ્ય છે,
સુરેશ ભટ્ટ