Saturday, December 28, 2024
તંત્રીલેખ તા૨૫ ૧૨ ૨૪
+++++
રાષ્ટ્રના હિતમાં યુદ્ધ કરવું વ્યાજબી નથી
++++++++++++++++++++
આજે ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાથી માંડીને તમામ સોશિયલ સાઇટ ઉપર સતત પ્રચાર થઈ રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને જડબાતોડ જવાબ આપીને બાંગ્લાદેશને ખેદાન મેદાન કરી નાખવું જોઈએ. આ આક્રોશ વ્યાજબી છે પરંતુ આજની તારીખે યુદ્ધ કરવું એ આપણા દેશ માટે વ્યાજબી નથી.
પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન જવા દુશ્મનોને યુદ્ધ દ્વારા નહીં પરંતુ અન્ય વ્યૂહરચનાથી પ્રાપ્ત કરી દેવા માં આપણા વડાપ્રધાન સક્ષમ છે. વિશ્વના મોટાભાગના દેશોનું સમર્થન ભારતને મળી રહ્યું છે ભારતને સન્માન મળી રહ્યું છે ત્યારે દુશ્મન દેશો એકલા પડી જાય અને તેના પર દબાણ વધે તેવી માઈન્ડ ગેમ કરવામાં આવી રહી છે. જેને અહેવાતા બુદ્ધિ જીવીઓ સમજી શકે નહીં તે હકીકત છે.
ભારત જેવા વિકસતા દેશ માટે યુદ્ધ કરવું પોસાય તેમ નથી. યુદ્ધ કરવામાં આવે તો આપણો આર્થિક વિકાસ અટકી જાય.પ્રજાલક્ષી કાર્ય અટકી અટકી જાય અને સમગ્ર ફોકસ માત્ર યુદ્ધ પર કેન્દ્રિત થાય. આથી વર્તમાન સંજોગોમાં યુદ્ધ કરવું વ્યાજબી નથી.આ ઉપરાંત દુશ્મન ના હુમલા ને કારણે ભારતની પ્રજાનું ટેન્શન વધી જાય.હાલ ભારતમાં જે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તે થપ થઈ જાય. અને પ્રજાનું લક્ષ્ય
થઈને યુદ્ધ જીતવા પર કેન્દ્રિત થઈ જાય આના કારણે ઔદ્યોગિક અને વ્યાપારના અલગ અલગ સેક્ટરનો વિકાસ ઠપ થઈ જાય. મોટા શહેરોની પ્રજા દુશ્મનોના મિસાઈલ એટેક ને કારણે ભયગ્રસ્ત બની જાય.
આજે મોટાભાગના સમજદાર માણસો માને છે કે શાંતિમાં જ કલ્યાણ છે. આજના સમયમાં યુદ્ધ એ જ કલ્યાણ એ વસ્તુ સાચી નથી.
આજે આપની સામે યુક્રેનના અને રશિયાના યુદ્ધના દાખલા નજર સામે જ છે રશિયાને એમ કે નાનકડા યુક્રેનને ચપટીમાં ચોળી નખશુ. પણ આજે આપણે જોઈએ છીએ કે યુદ્ધ કરી કરીને રશિયા પણ થાકી ગયુ છે તેના આર્થિક વિકાસને ગંભીર અસર પહોંચી છે આવી જ દશા ઇઝરાઇલની થઈ છે.
અને યૂક્રેન યુદ્ધને બે વર્ષ વીતિ ગયા. યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે પણ બેમાંથી એકપણ દેશ યુદ્ધ બંધ કરવા કે હાર માનવા તૈયાર નથી. યૂક્રેન ટચૂકડો દેશ છે એટલે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનને એમ કે તેને ચપટીમાં ચોળી નાંખીશું પણ યૂક્રેન અને તેની પ્રજાએ રશિયા અને પુતિનને યુદ્ધમાં બરોબરની ટક્કર આપી દે આપીને રશિયાની આંખે અંધારા લાવી દીધા છે. રશિયાનાં આક્રમણ અને હુમલામાં યૂક્રેન ખંડેર થઈ ગયું છે. પાયમાલ થઈ ગયું છે પણ હજી મચક આપવા તૈયાર નથી. રશિયા પાસે જૂના શસ્ત્રોનો ભંડાર ખૂટી ગયો છે. ભારત અને નોર્થ કોરિયા સહિતનાં અનેક દેશોનાં ભાડૂતી સૈનિકોની મદદથી તે યૂક્રેન સામે લડીને તેની તંગડી ઊંચી રાખી રહ્યું છે. રશિયાનો રૂબલનો ભંડાર ખૂટી જવા આવ્યો છે. સરકારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે. પ્રજા કારમી મોંઘવારીમાં પિસાઈ રહી છે આમ છતાં પુતિન સત્તા ટકાવી રાખવા લોકોનાં અરમાનો અને ભવિષ્ય સાથે ખેલ ખેલી રહ્યા છે. બીજી તરફ ખંડેરમાં ફેરવાઈ ગયેલા યૂક્રેનનાં ઝેલેન્સ્કીને હવે શાંતિનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. ઝેલેન્સ્કીએ હવે ખોંખારીને ભારતનાં પીએમ મોદીને મધ્યસ્થી બનવા અને યુદ્ધ બંધ કરાવવા અપીલ કરી છે. જો કે રશિયા અને યૂક્રેનનાં વલણમાં હજી કોઈ નરમાઈ જોવા મળી નથી. બંને નેતાઓ એકબીજાનું લોહી પીવા તરસ્યા બન્યા છે. શાંતિ કે યુદ્ધ વિરામ માટે જે વાતાવરણ સર્જાવું જોઈએ તેવી કોઈ હિલચાલ દેખાતી નથી. ભૂતકાળમાં ઝેલેન્સ્કી શાંતિ સંમેલન યોજી ચૂક્યા છે પણ તેમાં શાંતિને બદલે પોતાને અનુકૂળ વાતાવરણ સર્જવાની ખેવના વધારે હતી. તેઓ વિશ્વની અને અનેક દેશોની સહાનુભૂતિ મેળવવા વધારે સક્રિય હોય તેવું લાગતું હતું. એક વાત નક્કી છે કે શાંતિ કે યુદ્ધ વિરામ માટે બંને પક્ષ તૈયાર હોવા જોઈએ. બંનેનો ટોન નરમ હોવો જોઈએ. કશુંક આપીને કંઈક લેવાની તૈયારી હોવી જોઈએ. પણ આમાંનું એકપણ લક્ષણ જોવા મળ્યું ન હતું. ઝેલેન્સ્કી હવે ભારત અને મોદી તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે. યુદ્ધમાં રશિયા અને યૂક્રેન બંનેની કમર ભાંગી ગઈ છે પણ હજી અકડાઈ છોડવી નથી. જ્યાં સુધી અકડાઈ નહીં છૂટે ત્યાં સુધી વાત આગળ વધવાની નથી. રશિયા હવે પૂરા જોશ સાથે યૂક્રેન પર હુમલા કરી રહ્યું છે. અમેરિકાની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતે તો યૂક્રેનને કરવામાં આવતી સહાયમાં ઘટાડો થઈ શકે છે. આથી ઝેલેન્સ્કી વહેલામાં વહેલી તકે શસ્ત્ર વિરામની કાકલૂદી કરી રહ્યા છે. ભારત અને મોદી અત્યારે તો થોભો અને રાહ જુઓની પોઝિશનમાં છે. ભારત માટે તો તેલ જુઓ તેલની ધાર જુઓમાં જ શાણપણ છે.
સુ
રેશ ભટ્ટ
તંત્રીલેખ
જીએસટી સહજ અને સરળ હોવો જોઈએ
+++++++++++++++
વેપાર ઉદ્યોગને લગતા કાયદાઓ સહજ અને સરળ હોવા જોઈએ જેથી સામાન્ય ઉદ્યોગપતિ અને વેપારીઓ તેને સરળતાથી સમજી શકે પરંતુ આપણા દેશના વેપાર ઉધોગને લગતા કાયદાઓ એટલા જટિલ છે કે જેને સમજવા માટે નિષ્ણાંત લોકોની મદદ લેવી પડે અને નિષ્ણાંત પણ આની અંદર ગોથા ખાઈ જાય તેવી કલમો છે.
જીએસટી લાગુ કર્યા પછી એમ હતું કે આ એકદમ સરળ અને સીધી કર પદ્ધતિ છે પરંતુ લાગુ કર્યા પછી લાગ્યું કે તે સરળ નથી અને વ્યવહારિક પણ નથી આથી આગામી 2025 ના બજેટમાં જીએસટી સુધારાની તક છે આપને જીએસટી સ્ટેપને સરળ બનાવો પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે 98% થી વધુ આઈટમ એક કે બે સ્લેબમાં જ હોય. કાયદા ઘડનારાઓની એક માનસિકતા એવી છે કે લક્ઝરી વસ્તુ જેટલી છે એ બધી ખરાબ છે આ માનસિકતા બદલવી પડશે.
જીએસટી એટલે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ**. એક સરળ ભાષામાં કહીએ તો, આ એક પ્રકારનો કર છે જે આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ અથવા કોઈ સેવા લઈએ ત્યારે ચૂકવીએ છીએ. આ કરને કારણે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ તેના ભાવમાં થોડો વધારો થાય છે. આપણે એ જોઈએ કે જીએસટી શા માટે બનાવવામાં આવ્યો છે
જીએસટીથી પહેલા, આપણે ઘણા પ્રકારના કર ચૂકવવા પડતા હતા. જીએસટીએ આ બધા કરને એક કરમાં ભેગા કરી દીધા છે.
જીએસટીથી કરચોરી કરવી મુશ્કેલ બની ગઈ છે.
જીએસટીએ કર પ્રણાલીને સરળ બનાવી છે જીએસટીથી સરકારને વધુ આવક મળે છે જેનો ઉપયોગ દેશના વિકાસમાં કરવામાં આવે છે જીએસટી કેવી રીતે કામ કરે છે? એ જાણવું પણ જરૂરી છે.
જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેની કિંમતમાં જીએસટીનો સમાવેશ થાય છે. આ રકમ વેચનાર દ્વારા સરકારને ચૂકવવામાં આવે છે.
જીએસટીના પ્રકાર કેટલા છે.
જીએસટી મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે:
CGST (Central Goods and Services Tax):** કેન્દ્ર સરકારને જતી રકમ.
SGST (State Goods and Services Tax): રાજ્ય સરકારને જતી રકમ.
IGST (Integrated Goods and Services Tax):** એક રાજ્યથી બીજા રાજ્યમાં થતી ખરીદી પર લાગુ પડતો કર.
જીએસટીના ફાયદા કેટલા છે તે જાણવું જરૂરી છે આનાથી વેપાર કરવો સરળ બન્યું છે. ના કારણે
કરચોરીમાં ઘટાડો થયો છે. આ સરળ કર પ્રણાલી છે. તે દેશના વિકાસમાં ફાળો આપે છે અને સપ્લાય ચેઇનમાં સુધારો કરે છે.
જીએસટીના ગેરફાયદા પણ છે. આના કારણે
કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
નાના વેપારીઓ માટે મુશ્કેલી પડી રહી છે. પાસ કરીને નાના વેપારીઓને જીએસટીને સમજવામાં મુશ્કેલી પડે છે.
સુનિશ્ચિત કરવું પડશે કે 98%થી વધુ આઈટમ એક કે બે સ્લેબમાં જ હોય. લક્ઝરીવાળી વસ્તુઓ ખરાબ છે, એ માનસિકતા બદલવી પડશે.
ગત દાયકાના સૌથી અઘરા સુધારામાંથી એક રાષ્ટ્રીય જીએસટી હતો, જેને 2017માં લાગુ કરાયો હતો. તેને વિવિધ કેન્દ્રિય અને રાજ્યોના અપ્રત્યક્ષ કરનું સ્થાન લીધું હતું. સંસદના બંને ગૃહ ઉપરાંત દરેક રાજ્યની વિધાનસભાએ પણ જીએસટી પસાર કરવાનો હતો. જેના કારણે લાખો વ્યવસાયોએ સમગ્ર ટેક્સ પદ્ધતિ બદલવી પડી. ઓનલાઈન સિસ્ટમ બનાવવી પડી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની મહેસૂલી આવકના ભાગલા નક્કી કરવા પડ્યા. વિરોધ પક્ષની ટીકા સહન કરવી પડી. પ્રજાનો વિશ્વાસ જીતવો પણ જરૂરી હતો. ભારત જેવા દેશ માટે આ એક ધીમો પરંતુ અઘરો સુધારો હતો. કદાચ એટલે જ તેને ભાજપના નેતૃત્ત્વવાળી સરકારની મુખ્ય સિદ્ધિમાંથી એક મનાય છે. જીએસટીનો મૂળભૂત હેતુ કર વ્યવસ્થા સમાન,
સરળ અને નક્કામી ઝંઝટોમાંથી મુક્તિ હતી. તેમ છતાં ગત સપ્તાહે ઈન્ટરનેટ પર કેરેમલાઈઝ્ડ- પોપકોર્ન પર જીએસટી અંગે મીમ્સની ધૂમ મચી હતી.
જાણવા મળ્યું છે કે, સાદા કે નમકીન પોપકોર્ન પર 5% જીએસટી લાગે છે, પરંતુ કેરેમલાઈઝ્ડ-પોપકોર્ન પર 18% ટેક્સ લાગે છે. કારણ? કેમકે ખાંડવાળા સ્નેક્સ પર 18% જીએસટી લાગે છે, જ્યારે કે નમકીન સ્નેક્સ પર 5% જ લાગે છે. કેમકે કેરેમલાઈઝઝ્ડ પોપકોર્ન ગળ્યા હોય છે, એટલે તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.
ખુદ દેશના નાણામંત્રીએ એક પત્રકાર પરિષદમાં આ અંગે ખુલાસો કરવો પડ્યો હતો.
થોડા મહિના અગાઉ દક્ષિણ ભારતની એક રેસ્ટોરન્ટ-ચેઈનના માલિકે જણાવ્યું હતું કે, ઓછો ટેક્સ લાગે છે, ક્રીમ પર ઓછો ટેક્સ લાગે છે, પરંતુ જો બન પર ક્રીમ લગાવવામાં આવે તો બંને પર વધુ ટેક્સ લાગે છે. જેનું પરિણામ એ આવ્યું કે, તેમના ગ્રાહક ક્રીમ અને બન અલગ-અલગ માગવા લાગ્યા. આ વાત મજાકમાં કહેવાઈ હતી, પરંતુ તે એક કડવું સત્ય જણાવે છે. આવી બધી બાબતોને સરળ બનાવવા માટે લાગુ કરાયેલો જીએસટી સમયની સાથે વધુ જટિલ બનતો જઈ રહ્યો છે.આ સમસ્યાનું મૂળ કારણ નીતિ-નિર્માતાઓની માનસિકતા છે. તેઓ દરેક બાબતને નિયંત્રિત કરવાની પોતાની ઈચ્છા છોડી શકતા નથી, ટેક્સમાં પણ પોતાની નૈતિકતા લાગુ કરી શકે છે,
+++++++++++++
વધારાના કર-મહેસુલનું
દરેક ટીપું નીચોવવા માટે 'ચતુર' નીતિઓ બનાવી શકે છે અને જીએસટી પાછળ આ વ્યાપક ઉદ્દેશ્યને જોઈ શકતા નથી કે તેને વસ્તુઓને સરળ બનાવવા માટે લાવવામાં આવ્યો હતો. અનેક ટેક્સ સ્લેબ, પેટા કર અને નીતિ-નિર્માતાઓના હાથમાં અનિયંત્રિત શક્તિવાળો જટિલ જીએસટી, જીએસટી સુધારા ન થવા સમાન જ છે. જીએસટીની શરૂઆતના સમયે તેમાં ચાર સ્લેબ હતાઃ 5%, 12%, 18% અને 28%. કેટલીક વસ્તુઓને જીએસટીમાં છૂટ અપાઈ હતી, જેના પર 0% સ્લેબ લાગુ થઈ ગયો. ઈંધણ જેવી કેટલીક વસ્તુઓને જીએસટીથી બહાર રખાઈ હતી, જેના પર કરનો દર વધુ હતો. જેના કારણે એક વધારાનો સ્લેબ બની ગયો. આ રીતે, આપણે છ જુદા-જુદા જીએસટી દર સાથે શરૂઆત કરી. સમયની સાથે કેટલાક ઉત્પાદ (જેમકે લક્ઝરી કારો) પર અનેક પ્રકારના પેટાકર ઉમેરવામાં આવ્યા, જેનો અર્થ છે કે, આ છ સ્લેબમાં વધુ હેરાફેરી કરીનેનીતિ-નિર્માતા પોતાની ઈચ્છા મુજબ જીએસટીનો દર નક્કી કરી શકે છે. અનેક સ્લેબની સાથે શરૂઆત કરવા પાછળ જટિલ વ્યવસ્થામાં સુધારાનો વિચાર હતો. જોકે, જેમ-જેમ આપણે 2025ની નજીક પહોંચી રહ્યા છીએ, આપણે જીએસટીને વધુ સરળ બનાવવો જોઈએ. તેને બે સ્લેબ કરતાં વધુ ન રાખવો જોઈએ અને પેટાકરને સમાપ્ત કરવા જોઈએ. તો જ જીએસટીના વાસ્તવિક ફાયદા અનુભવી શકાશે. જોકે, અત્યારે તો આપણે ગળ્યું વિરુદ્ધ નમકીન અને તેમના કરવેરાના દરની ચર્ચામાં ગુંચવાયેલા છીએ. જોકે, નમકીન સ્નેક્સ પણ પાચન દરમિયાન શરીર દ્વારા સુગરના સ્વરૂપે જ તુટે છે. તો શું જીએસટીને સ્નેક્સને હજમ કર્યા પછી સુગર પર પણ ટેક્સ લગાવવો જોઈએ? પોપકોર્ન અને ક્રીમ બન જ ભારતમાં વિચિત્ર કરવાળી વસ્તુઓ નથી. ઝાડુ પર 0% જીએસટી છે, વેક્યુમ ક્લીનર પર 28% છે. 1,000થી વધુ કિંમતની વસ્તુના બૂટ પર 5% કર લાગે છે, તેનાથી મોંઘા બૂટ પર 18%. તેમાંથી અનેક નીતિઓ ઉદારીકરણથી પહેલાની એ માનસિકતા દ્વારા પેદા થઈ છે, જે સારી વસ્તુ, આરા
મદાયક હોય તેના પર ટેક્સ લાગુ કરી દો.