Saturday, December 28, 2024

 

તંત્રીલેખ તા૨૫ ૧૨ ૨૪

+++++

રાષ્ટ્રના હિતમાં યુદ્ધ કરવું વ્યાજબી નથી


++++++++++++++++++++

આજે ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાથી માંડીને તમામ સોશિયલ સાઇટ ઉપર સતત પ્રચાર થઈ રહ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને જડબાતોડ જવાબ આપીને બાંગ્લાદેશને ખેદાન મેદાન કરી નાખવું જોઈએ. આ આક્રોશ વ્યાજબી છે પરંતુ આજની તારીખે યુદ્ધ કરવું એ આપણા દેશ માટે વ્યાજબી નથી. 

પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન જવા દુશ્મનોને યુદ્ધ દ્વારા નહીં પરંતુ અન્ય વ્યૂહરચનાથી પ્રાપ્ત કરી દેવા માં આપણા વડાપ્રધાન સક્ષમ છે. વિશ્વના મોટાભાગના દેશોનું સમર્થન ભારતને મળી રહ્યું છે ભારતને સન્માન મળી રહ્યું છે ત્યારે દુશ્મન દેશો એકલા પડી જાય અને તેના પર દબાણ વધે તેવી માઈન્ડ ગેમ કરવામાં આવી રહી છે. જેને અહેવાતા બુદ્ધિ જીવીઓ સમજી શકે નહીં તે હકીકત છે.

ભારત જેવા વિકસતા દેશ માટે યુદ્ધ કરવું પોસાય તેમ નથી. યુદ્ધ કરવામાં આવે તો આપણો આર્થિક વિકાસ અટકી જાય.પ્રજાલક્ષી કાર્ય અટકી અટકી જાય અને સમગ્ર ફોકસ માત્ર યુદ્ધ પર કેન્દ્રિત થાય. આથી વર્તમાન સંજોગોમાં યુદ્ધ કરવું વ્યાજબી નથી.આ ઉપરાંત દુશ્મન ના હુમલા ને કારણે ભારતની પ્રજાનું ટેન્શન વધી જાય.હાલ ભારતમાં જે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તે થપ થઈ જાય. અને પ્રજાનું લક્ષ્ય

 થઈને યુદ્ધ જીતવા પર કેન્દ્રિત થઈ જાય આના કારણે ઔદ્યોગિક અને વ્યાપારના અલગ અલગ સેક્ટરનો વિકાસ ઠપ થઈ જાય. મોટા શહેરોની પ્રજા દુશ્મનોના મિસાઈલ એટેક ને કારણે ભયગ્રસ્ત બની જાય.

 

આજે મોટાભાગના સમજદાર માણસો માને છે કે શાંતિમાં જ કલ્યાણ છે. આજના સમયમાં યુદ્ધ એ જ કલ્યાણ એ વસ્તુ સાચી નથી.

 આજે આપની સામે યુક્રેનના અને રશિયાના યુદ્ધના દાખલા નજર સામે જ છે રશિયાને એમ કે નાનકડા યુક્રેનને ચપટીમાં ચોળી નખશુ. પણ આજે આપણે જોઈએ છીએ કે યુદ્ધ કરી કરીને રશિયા પણ થાકી ગયુ છે તેના આર્થિક વિકાસને ગંભીર અસર પહોંચી છે આવી જ દશા ઇઝરાઇલની થઈ છે.


અને યૂક્રેન યુદ્ધને બે વર્ષ વીતિ ગયા. યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે પણ બેમાંથી એકપણ દેશ યુદ્ધ બંધ કરવા કે હાર માનવા તૈયાર નથી. યૂક્રેન ટચૂકડો દેશ છે એટલે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનને એમ કે તેને ચપટીમાં ચોળી નાંખીશું પણ યૂક્રેન અને તેની પ્રજાએ રશિયા અને પુતિનને યુદ્ધમાં બરોબરની ટક્કર આપી દે આપીને રશિયાની આંખે અંધારા લાવી દીધા છે. રશિયાનાં આક્રમણ અને હુમલામાં યૂક્રેન ખંડેર થઈ ગયું છે. પાયમાલ થઈ ગયું છે પણ હજી મચક આપવા તૈયાર નથી. રશિયા પાસે જૂના શસ્ત્રોનો ભંડાર ખૂટી ગયો છે. ભારત અને નોર્થ કોરિયા સહિતનાં અનેક દેશોનાં ભાડૂતી સૈનિકોની મદદથી તે યૂક્રેન સામે લડીને તેની તંગડી ઊંચી રાખી રહ્યું છે. રશિયાનો રૂબલનો ભંડાર ખૂટી જવા આવ્યો છે. સરકારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે. પ્રજા કારમી મોંઘવારીમાં પિસાઈ રહી છે આમ છતાં પુતિન સત્તા ટકાવી રાખવા લોકોનાં અરમાનો અને ભવિષ્ય સાથે ખેલ ખેલી રહ્યા છે. બીજી તરફ ખંડેરમાં ફેરવાઈ ગયેલા યૂક્રેનનાં ઝેલેન્સ્કીને હવે શાંતિનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. ઝેલેન્સ્કીએ હવે ખોંખારીને ભારતનાં પીએમ મોદીને મધ્યસ્થી બનવા અને યુદ્ધ બંધ કરાવવા અપીલ કરી છે. જો કે રશિયા અને યૂક્રેનનાં વલણમાં હજી કોઈ નરમાઈ જોવા મળી નથી. બંને નેતાઓ એકબીજાનું લોહી પીવા તરસ્યા બન્યા છે. શાંતિ કે યુદ્ધ વિરામ માટે જે વાતાવરણ સર્જાવું જોઈએ તેવી કોઈ હિલચાલ દેખાતી નથી. ભૂતકાળમાં ઝેલેન્સ્કી શાંતિ સંમેલન યોજી ચૂક્યા છે પણ તેમાં શાંતિને બદલે પોતાને અનુકૂળ વાતાવરણ સર્જવાની ખેવના વધારે હતી. તેઓ વિશ્વની અને અનેક દેશોની સહાનુભૂતિ મેળવવા વધારે સક્રિય હોય તેવું લાગતું હતું. એક વાત નક્કી છે કે શાંતિ કે યુદ્ધ વિરામ માટે બંને પક્ષ તૈયાર હોવા જોઈએ. બંનેનો ટોન નરમ હોવો જોઈએ. કશુંક આપીને કંઈક લેવાની તૈયારી હોવી જોઈએ. પણ આમાંનું એકપણ લક્ષણ જોવા મળ્યું ન હતું. ઝેલેન્સ્કી હવે ભારત અને મોદી તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે. યુદ્ધમાં રશિયા અને યૂક્રેન બંનેની કમર ભાંગી ગઈ છે પણ હજી અકડાઈ છોડવી નથી. જ્યાં સુધી અકડાઈ નહીં છૂટે ત્યાં સુધી વાત આગળ વધવાની નથી. રશિયા હવે પૂરા જોશ સાથે યૂક્રેન પર હુમલા કરી રહ્યું છે. અમેરિકાની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતે તો યૂક્રેનને કરવામાં આવતી સહાયમાં ઘટાડો થઈ શકે છે. આથી ઝેલેન્સ્કી વહેલામાં વહેલી તકે શસ્ત્ર વિરામની કાકલૂદી કરી રહ્યા છે. ભારત અને મોદી અત્યારે તો થોભો અને રાહ જુઓની પોઝિશનમાં છે. ભારત માટે તો તેલ જુઓ તેલની ધાર જુઓમાં જ શાણપણ છે.

સુ

રેશ ભટ્ટ 




No comments: