Sunday, July 17, 2022

રેવડી કલ્ચર!!!


 પ્રાસંગિક

ચૂંટણી વચનોનું રેવડી કલ્ચર..!!


+++++++

મત મેળવવા માટે રાજકીય પક્ષો ચૂંટણી વચનોની લહાણી કરે છે વડાપ્રધાન મોદી એ મફત સુવિધા ના ચૂંટણી વચનોનું રેવડી કલ્ચર દેશ માટે જોખમી છે તેમ કહ્યું છે.

વસ્તુ મફત મળતી હોય તો કોને ન ગમે?

 કાના માતર વગરનો ત્રણ અક્ષરનો શબ્દ મફત આ શબ્દ ખૂબ જ આકર્ષક છે ગરીબ તવંગર સૌને પણ મફત કોઈ વસ્તુ મળે તે ખૂબ જ ગમે છે પરંતુ આ મફત વીજળી મફત પાણી મફત પેટ્રોલ મફત અનાજ મફત સુવિધાઓ આ બધું જો સરકાર તમામને આપવા મંડે તો આપણા દેશનુ અર્થ તંત્ર સાબુત રહે ખરું ? તેવો પ્રશ્ન કેજરીવાલ જેવા નેતાને પૂછવો જોઈએ વડાપ્રધાન મોદીએ મતદારોને લાલચ આપી મત મેળવવાના રેવડી કલ્ચરથી સાવજ રહેવા દેશના યુવાનોને અનુરોધ કર્યો છે

 દેશના વિકાસ માટે આ વસ્તુ અત્યંત ઘાતક છે મફત લાણી કરવાથી નવા એક્સપ્રેસવે એરપોર્ટ અને ડિફેન્સ કોરિડર નું કોરિડોરનું નિર્માણ થઈ શકે નહીં ઇરાદા ઓર મર્યાદા એટલે કે મક્કમ નિર્ધાર અને માનસન્માન આ માટે જરૂરી છે મફત મેળવનાર માનવી માન સન્માન ગુમાવે છે.પીએમ મોદીએ શનિવારે કાનપુર ખાતે બુધેલ ખંડ એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કર્યું તેમને આ પ્રસંગે વિપક્ષો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ દેશમાં કેટલીક પાર્ટી દ્વારા મફત રેવડી વહેંચી મફત મતદારો પાસેથી મત મેળવવાનું કલ્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. આવું રેવડી કલ્ચર દેશના વિકાસ માટે જરા પણ યોગ્ય નથી આથી દેશના લોકો અને યુવાનો આવી લોભાવની લાલચમાં ફસાવવું જોઈએ નહીં રેવડી કલ્ચરથી દૂર રહેવું એ આપણું સૌનું કર્તવ્ય છે 15 મી ઓગસ્ટ સુધીમાં આખા દેશમાં અને દરેક ઘરમાં તેમજ તમામ ગામોમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે સરકાર વિકાસના તમામ કામ કરી રહી છે.બુધેલખંડના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવશે આ જળ સુરક્ષા આવનારી પેઢીને ઘણી કામ લાગશે દેશમાં પહેલા વિદેશી થી કપડા રમકડા આયાત કરાતા હતા. હવે રમકડાં ઉદ્યોગનો વિકાસ થયો છે અને દેશમાં રમકડાની વિદેશમાં નિકાસ પણ કરાય છે યુપીમાં ડબલ એન્જિનની સરકારથી કનેક્ટિવિટીમાં જબરો સુધારો થયો છે જેને કારણે રાજ્યમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે રૂપિયા 148.50 કરોડનો એક્સપ્રેસ વે બુધેલખંડ તેમજ સાત જિલ્લા માટે વિકાસનો હાઇવે પુરવાર થશે યુપીના સીએમ યોગ્ય આદિત્યનાથે શનિવારે આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાય એવો હતો અને કહ્યું કે આ એક્સપ્રેસ વે બુધેલખંડ ને ઔદ્યોગિક વિકાસમાં માર્ગ માં રાષ્ટ્રને આગળ લઈ જશે.

સરકાર દેશના વિકાસ માટે સમજી વિચારીને નીતિ ઘડે છે અને નિર્ણયો લે છે લોકોએ રેવડી કલ્ચરથી સાવજ રહેવાની જરૂર છે સરકારના વિકાસના માર્ગે જવા માટે બે સિદ્ધાંતો અપનાવ્યા છે ઇરાદા ઔર મર્યાદા. એટલે કે મક્કમ નિર્ધાર અને લોકોનું માન સન્માન સરકાર આ નીતિને અપનાવીને દેશને વિકાસને માર્ગે જઈ રહી છે દેશ માટે નવી સુવિધા સાથે દેશનું ભવિષ્ય કંડારી રહ્યા છીએ.

 જ્યાં કાયદો અને વ્યવસ્થા તેમજ કનેક્ટિવિટી સારી હોય તે રાજ્યનો વિકાસ સારી રીતે થાય છે દાખલા તરીકે ગુજરાત આ બાબતમાં નંબર વન બની રહ્યું છે આપણે સૌએ જૂની વિચારધારા છોડીને આપને નવી રીત અને પદ્ધતિથી આગળ વધવાનું છે દેશ હવે નવા સંકલ્પો સાથે તે જ ગતિથી દોડવા તૈયાર થઈ રહ્યો છે ત્યારે વિપક્ષોનું રેવડી કલ્ચર વિકાસ માટે અતિ ઘાતક છે.એક્સપ્રેસવે થી બુધેલખંડ નો ઝડપી વિકાસ થશે આ સરકારની એક ખાસ વિશેષતા એ છે કે જે યોજનાનું શિલારો પણ વિધિ કરવામાં આવે છે તેનું ઉદ્ઘાટન પણ ટૂંક સમયમાં થઈ જાય છે અને લોકોને નવી સુવિધા મળે છે સરકાર હાથ પર લીધેલા કામ સમયસર પૂરા કરે છે યુપીમાં 35 નવી મેડિકલ કોલેજ સ્થપાઈ છે અને આ માટે એજ્યુકેશન નું સ્થળ પણ આ રાજ્યમાં ઊંચો આવશે

વડાપ્રધાન મોદીએ મફત રેવડી નો ઉલ્લેખ કરીને વિપક્ષો પર પ્રહારો કર્યા છે તેના જવાબમાં રેવડી કલ્ચર અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે આપણા દેશના બાળકો મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોની સારી અને મફત સારવાર કરવી તેને રેવડી વેચવાનું કહી શકાય નહીં પણ દેશનો પાયો નાખ્યો છે એમ કહેવું જોઈએ. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું દિલ્હી સરકાર શાળાના 18 લાખ બાળકો ભણે છે દેશમાં સરકારી શાળાઓની માથે હાલત છે તેવી દિલ્હીની શાળાઓની હાલત ખરાબ  હતી. 18 લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ થતું હતું. આજે એ બાળકોનું ભવિષ્ય અમે સારી રીતે કર્યું છે એ શું ગુનો કર્યો છે ?

ભગવાને ઇચ્છું તો આખા દેશમાં મફત શિક્ષણ અને સારવાર આપવી તેઓ સંકલ્પ કેજરી વાલે કર્યો છે.

મેક ઇન ઇન્ડિયા થી કુટીર ઉદ્યોગ સશક્ત બનશે સરકારે કુટીર ઉદ્યોગને વિકસાવવા માટે પ્રાધાન્ય આપ્યું છે બુધેલખંડના વિકાસમાં પણ કુટેલ ઉદ્યોગનું મોટું યોગદાન છે આત્મ નિર્ભર ભારત માટે સરકાર કુટીર ઉદ્યોગ પરંપરા નો વિકાસ કરી રહી છે દરેક ઘરે પાઇપલાઇન દ્વારા પાણી આપી સરકાર જલજીવન મિશન પર મિશન પર કામ કરી રહી છે કેન અને બેતવા નદીની લીંક દ્વારા બે નદીને જોડીને પાણી આપવામાં આવશે આ એક મહત્વની યોજના છે આ બંને નદીઓ જોડાઈ જતા  પૂરનો ખતરો પણ ઓછો થઈ જશે.

આજે આપણું ભારત 1962 નું ભારત નથી કે ચાઇના જેવા દેશો એને ધમકી આપી શકે ભારત અમેરિકાથી પણ બિલકુલ ડરતું નથી એસ 400 સિસ્ટમ ભારતે ખરીદી એ અમેરિકાને ગમ્યું નથી પરંતુ અમેરિકાએ ભારતની દ્રઢતા સામે ઝુકવું પડ્યું છે આપણા દેશે અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ એસ 400 ખરીદી હતી અમેરિકાએ તેની સામે નારાજગી વ્યક્તિ કરીને ભારત સામે પગલાં લેવા સુધીનો વિચાર કર્યો હતો. પરંતુ અમેરિકાને એ વસ્તુનું ભાન થયું કે ભારત સામે પગલાં લેવાથી અમેરિકાને નુકસાન વધુ થવાનું છે આથી આ વિચાર અમેરિકાએ પડતો મુક્યો ભારતની આ બહુ મોટી જીત છે અમેરિકાને ભારત વગર ચાલે તેમ નથી પ્રેસિડેન્ટને ખબર છે કે ભારતને નારાજ કરવામાં બહુમાલ નથી આપણા દેશે અનેક એક વખત નહીં પણ અનેક વખત કહી દીધું છે કે દોસ્તી સાચી પણ અમે કોઈના દાબેદાર નહીં રહીએ અમને જે યોગ્ય લાગશે તે અમારા દેશના હિત માટે અમે નિર્ણય કરશું એ અમારો મામલો છે ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી ભારતે કોઈની શેહ રાખ્યા વગર અમેરિકા જેવા દેશને પણ કહી દીધું છે ભારત જ્યારે વિકાસને માર્ગે આગળ વધી રહ્યું છે અને સુશક્ત બન્યું છે ત્યારે આ રીતે કહી શકાય પરંતુ જો ભારતની હાલત શ્રીલંકા જેવી હોય તો શ્રીલંકા કે પાકિસ્તાન જેવી હોય તો આવું કહી શકાય નહીં.આજે પાકિસ્તાન   દુનિયા સામે ભીખ માગે છે અમેરિકા એ તો સ્પષ્ટ ના પાડી પરંતુ મુસ્લિમ કન્ટ્રી આરબ અમી રાતે પણ પાકિસ્તાનને મદદ કરવાની ચોખ્ખી ચણાક ના પાડી દીધી છે હવે પાકિસ્તાનમાં પણ વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે કારણ કે આખો મુલક દેવળિયાની કક્ષાએ આવી ગયો છે અત્યારે ત્યાંની પ્રજા એમ કહે છે કે ભારત જો શ્રીલંકાને અનાજની સહાય કરતું હોય આર્થિક સહાય આપતું હોય તો પાકિસ્તાનના નેતાઓએ ભારત પાસે આવી માંગ કરવી જોઈએ.આમ પાકિસ્તાનની પ્રજા કહે છે પરંતુ પાકિસ્તાનના નેતાઓ કયા મોઢે ભારત પાસે ભીખ માગી શકે?? કારણ કે તેઓ પહેલેથી જ ભારતને દુશ્મન ગણે છે અને ભારતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે આથી ભારત તેને મદદ કરી શકે ખરું ? આનો જવાબ ના છે પરંતુ માનવતાને નાતે ભારત કદાચ એને અનાજ આપી શકે આ ભારતની ઉદારતા છે આપણી સંસ્કૃતિ છે આપણે વિકાસ તો જ કરી શકીએ જો તમામ લોકો પૂરેપૂરા કરવેરા ભરે. જે ભારતની પ્રજા સાવ ગરીબ નથી કે તેને બધું જ મફત આપવું પડે હા જેટલા ગરીબ છે ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે એને મફત અનાજ આપી શકાય મફત સહાય આપી શકાય પણ તમામ લોકોને મફત વીજળી આપવી મફત પાણી આપવું એ રેવડી કલ્ચર છે અને તે ભારતમાં યોગ્ય નથી તેને કારણે વિકાસમાં અવરોધ પેદા થશે આપણે સૌએ સાથે મળીને રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે માટે રેવડી કલ્ચરથી સાવધ રહેવા માટે જે કહેવામાં આવ્યું છે તે સમયને અનુરૂપ છે સમયનું ચક્ર સતત ફરતું રહે છે તે કદી અટકતું નથી જે અટકે છે તેનો વિકાસ અટકે છે!!

સુરેશ ભટ્ટ

તા.17.7.22

No comments: